આખરે આરોપી પકડાયો:છોટા ઉદેપુર જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે છ મહિનાથી આર્મ્સ એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

છોટા ઉદેપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીનો ફાઈલ ફોટો - Divya Bhaskar
આરોપીનો ફાઈલ ફોટો
  • આરોપી પોતાના ઘરમાં હાથ બનાવટનો દેશી તમંચો ( કટ્ટો) ગેરકાયદેસર રીતે રાખતો હતો

છોટા ઉદેપુર જીલ્લાના કોલી ગામના અમરસિંગભાઈ બચલાભાઈ રાઠવા સામે દેશી તમંચો રાખવાનો ગુનો ગત ફેબ્રુઆરીમાં નોંધાયો હતો. પરંતુ આરોપી અમરસિંગ રાઠવા તે વખતે મળ્યો ન હતો, અને છ મહિનાથી નાસતો ફરતો હતો, જે આરોપી વનાર તરફથી છોટા ઉદેપુર તરફ આવતો હોવાની બાતમી મળી હતી, જેને લઇને જીલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે છોટા ઉદેપુર ટાઉન પેટ્રોલ પંપ ચોકડી ઉપર વોચ ગોઠવીને વાહન ચકિંગ કરતા બાઈક લઇને આવતો અમરસિંગ બચલાભાઇ રાઠવા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

શું હતો મામલો ?}
કોલી ગામનો અમરસિંગ બચલાભાઈ રાઠવા પોતાના ઘરમાં હાથ બનાવટનો દેશી તમંચો ( કટ્ટો) ગેરકાયદેસર રીતે રાખતો હતો. જે અંગેની બાતમી મળતા તેના ઘરે તપાસ કરતા અમરસીંગ રાઠવાની ગેરહાજરીમાં આ હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો. જે અંગેનો ગુનો રંગપુર પોલીસ મથકે નોંધાયો હતો, પરંતુ આરોપી અમરસિંગ રાઠવા ત્યારથી પોલીસ પકડથી દૂર ભાગતો હતો, જેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...