ગુજરાત ભાજપ દ્વારા સંકલ્પપત્ર અભિયાન:છોટા ઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અભિયાનની શરૂઆત ભાજપ કાર્યાલયથી કરવામાં આવી

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ભાજપ દ્વારા સંકલ્પપત્ર તૈયાર કરવા માટે પ્રજાના સૂચનો લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ છોટા ઉદેપુર જીલ્લા ભાજપ દ્વારા આ સંકલ્પ પત્ર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

સૂચનો મેળવવા માટેનું અભિયાન શરૂ
આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા સંકલ્પ લેવા માટે પ્રજા પાસેથી સૂચનો મેળવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના હોદ્દેદારો આખા જીલ્લામાં ફરીને 15 નવેમ્બર સુધીમાં પ્રજા પાસેથી સૂચનો મેળવશે અને તેના આધારે પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે.

ભાજપ કાર્યાલયથી શરૂઆત કરવામાં આવી
આ અભિયાન હેઠળ દરેક વિધાનસભામાં 64 પેટીઓ મોકલીને એક વિધાનસભામાંથી પ્રજા પાસેથી 10500 સુચનપત્ર ભરાવવામાં આવશે અને તેને પાર્ટી દ્વારા સંકલ્પ પત્રમાં ઉમેરીને જાહેર કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજરોજ છોટા ઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા દ્વારા આ અભિયાનની ભાજપ કાર્યાલયથી શરૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...