નેતાઓના પરિવારવાદ:મોહનસિંહ રાઠવાના પક્ષપલટાના કારણે છોટા ઉદેપુરની વિધાનસભા બેઠક ચર્ચામાં

છોટા ઉદેપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાજપ અને કોંગ્રેસ કાર્યકરોમાં પરિવારવાદને લઈ નારાજગી, રોષની અસર બનશે નિર્ણાયક
  • બે બેઠકો પર નેતાઓના પરિવારવાદ અને એક સીટ જાતિગત ગણિતમાં ફસાઈ

આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં ત્રણ બેઠકો છે. છોટા ઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા. કોંગ્રેસના નેતા અને 10 ટર્મના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પુત્રમોહના કારણે હાથ છોડી ભગવો ધારણ કર્યો છે. જ્યારે ભાસ્કરે તેમને પૂછ્યું કે છેલ્લી ઘડીએ પાર્ટી કેમ બદલી તો તેમણે કહ્યું કે મારા પુત્રની જગ્યાએ સંગ્રામને ટિકિટ આપી દેવાઈ હતી, તો મે સીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને પુત્ર માટે ટિકિટ લઈ લીધી. મેં પાંચ વખત નારાયણને સાંસદ બનાવ્યા. તેઓ મારો રસ્તો કેવી રીતે રોકી શકે છે. આ વખતે જિલ્લામાં કેવી સ્થિતિ છે તેના પર આ અહેવાલ.

આ ચૂંટણી કેમ અલગ?
ભાજપે મોહનસિંહના કોન્ટ્રાક્ટર પુત્ર રાજેન્દ્રસિંહને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાને. બંને દિગ્ગજ માનવામાં આવે છે. કોંગ્રેસની નૈયા પાર લગાવનાર નેતાઓના પુત્રો સામ-સામે છે.
જેતપુર , સંખેડામાં શું ચાલે છે?
જેતપુરમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા સામે ભાજપના જયંતી રાઠવા છે. સંખેડામાં ધારાસભ્ય અભયસિંહ તડવી તો કોંગ્રેસમાં ધીરૂભાઈ ભીલ છે. આપે રંજનભાઈ તડવીને ઉતારતા તડવી સમાજના વોટ વહેંચાઈ જશે.

ચૂંટણીમાં મોટો મુદ્દો કયો?
ત્રણેય એસટી બેઠકો પર અસલી મુદ્દાઓ ગૌણ છે. મોહન રાઠવાના પ્રવેશથી ભાજપના કાર્યકરો નારાજ છે. તેઓ પુત્રને પોતાની વિરાસત આપવા માગે છે. પરિવારવાદથી બંને પક્ષોના કાર્યકર્તાઓમાં રોષ છે.
મોહનસિંહના ભાજપમાં જવાથી શું બદલાશે?
અત્યાર સુધી કોંગ્રેસે મોહનસિંહ અને નારાયણસિંહની બેલડીના કારણે આદિવાસી પટ્ટા પર રાજ કર્યો. આ જોડી તૂટવાના કારણે કોંગ્રેસના પરંપરાગત આદિવાસી બેઠકો પર ભંગાણ પડી શકે છે.

આ બેઠકો પર અત્યાર સુધી શું ટ્રેન્ડ રહ્યો?
2017માં સંખેડામાં ભાજપ, છોટા ઉદેપુર અને જેતપુરમાં કોંગ્રેસ જીતી હતી. મોહનસિંહે ઉદેપુરમાં 1093, સુખરામે જેતપુરથી 3052 મતોથી જીત મેળવી હતી. છોટા ઉદેપુરમાં નોટામાં 5870 અને જેતપુરમાં 6155 મત પડ્યા હતા.

અહીં કઈ બાબત પર હાર-જીત નિર્ભર?
છોટા ઉદેપુર: 2.71 લાખ મતદાતા છે. મોહનસિંહના પુત્રને ટિકિટ મળવાથી ભાજપના નેતાઓ નિરાશ છે. આ રોષ મતોમાં પરિવર્તિત થાય તો નિર્ણાયક સાબિત થઈ શકે. આપ ઉમેદવાર શિક્ષક અર્જુન રાઠવા પણ મુશ્કેલી ઉભી કરશે.

પાવી જેતપુર: 2.70 લાખ મતદાતા છે. સુખરામ રાઠવા અને જયંતી રાઠવા ત્રીજી વખત મેદાનમાં છે. અન્ય જ્ઞાતિના મતદાતા નિર્ણાયક સાબિત થશે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અમરસિંહ રાઠવાની પુત્રી આપ તરફથી મેદાનમાં છે.

સંખેડા: 2.76 મતદારો છે. અભયસિંહ તડવી અને ધીરૂભાઈ ભીલ વચ્ચે મુકાબલો છે. આપે રંજન તડવીને મેદાનમાં ઉતાર્યા છે. 45 હજાર તડવી વોટબેંકમાં ગાબડું પડી શકે છે. ભીલ સમાજની 55 હજારની વસતી છે. ડુંગરા ભીલોની સંખ્યા 20થી 25 હજાર છે, જે નિર્ણાયક સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...