આયોજન:ચૂંટણીમાં પ્રમુખ પદના 3 હરીફમાંથી સૌથી વધારે 32 મતો સાથે ચંદ્રકાંત જોશીની જીત

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર વકીલ મંડળની ચૂંટણી છોટાઉદેપુર કોર્ટ સંકુલ ખાતે યોજાઈ હતી
  • વકીલ મંડળની રસાકસીભરી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો જંગ

છોટાઉદેપુર વકીલ મંડળની મહત્વની ગણાતી ચૂંટણી શુક્રવારે છોટાઉદેપુર કોર્ટ સંકુલ ખાતે યોજાઈ હતી. પ્રમુખ અને સેક્રેટરી પદના હોદ્દા માટે સિનિયર વકીલોએ ઝંપલાવતા ચૂંટણી ખુબ જ રસાકસીપૂર્ણ બની રહી હતી. બાર એસોસિયેશનના પ્રમુખ પદમાં ત્રિપાખીયો જંગ સર્જાતા વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

શુક્રવારે યોજાયેલા મતદાનમાં મતગણતરી થતા કુલ 83 મતદારો પૈકી 76 મતદારોએ મતદાન કરતા સાંજે જાહેર કરવામાં આવેલા પરિણામોના અંતે 2 વોટ નોટા નીકળતા મુખ્ય પ્રમુખ પદની રસાકસીભરી ચૂંટણીમાં ચંદ્રકાન્ત.એન.જોશીને 32 મતો મળ્યા હતા અને તેમના પ્રતિસ્પર્ધી ફિરોઝ ખાન પઠાણને 17 મતો મળ્યા હતા, તેમજ આર.એફ.ચૌહાણને 27 મતો મળતાં ચંદ્રકાંત.એન.જોશી પ્રમુખ પદ માટે ચૂંટાઈ આવ્યા હતા.

જ્યારે સેક્રેટરીની ચૂંટણીમાં સલીમ.એસ.મલેક ને 34 મળ્યા અને તેમના પ્રતિસ્પર્ધી આર.એસ. પરમારને 40 મત મળતા સેક્રેટરી પદ માટે આર.એસ.પરમાર ચૂંટાઇ આવ્યા હતા. આ ચૂંટણી અગાઉ વકીલ મંડળની બેઠકમાં ઉપપ્રમુખ પદ માટે એમ.એસ મકરાણી, જોઇન્ટ સેક્રેટરીના પદ માટે આર.જે રાઠવા અને કારોબારી સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જ્યારે પ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણી માટે જંગ ખેલાતા શુક્રવારે થયેલી ચૂંટણીમાં નરેશભાઈ રાઠવા ચૂંટણી અધિકારી તરીકે મહત્વની કામગીરી બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...