માર્ગ બંધ:ચાંદોદ અને કરનાળીનો વાહનવ્યવહાર માર્ગ બંધ

ચાંદોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓરસંગ નદીના બ્રિજ પાસે ધસી પડેલી માટીના થર દૂર કરી ટ્રાફિક ચાલુ કરાયો

ચાંદોદ પંથકમાં અવિરત વરસાદ ના પગલે ઓરસંગ નદીના બ્રિજ પાસે ખેતરોની માટી ધસી આવતા ચાંદોદ કરનાળી નો વાહન વ્યવહાર બંધ થયો હતો જેને ધારાસભ્ય શૈલેશ મહેતાની દરમિયાનગીરી બાદ શ્રી કુબેર ટ્રસ્ટ ના કર્મચારીઓ એ જેસીબી દ્વારા માટીના થર દૂર કરી રાબેતા મુજબનો વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો

છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસતા વરસાદને પગલે ચાંદોદથી કરનાળી જવા માટે ઓરસંગ નદીના બ્રિજ પાસે માટીનું ધોવાણ થવાથી ઘૂંટણ સુધીની માટી મુખ્ય માર્ગ પર ધસી આવી હતી. જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી. આ માટીની સાફ સફાઇ માટેની સેવાકીય કાર્યવાહી દરમિયાન આસપાસના જમીનમાલિકો આડોડાઇ કરતા હોઇ શ્રી કુબેર ટ્રસ્ટ દ્વારા ન્યાયિક કાર્યવાહી માટે ધારાસભ્ય શૈલેષ મહેતાને વિગતવાર વાત કરતાં ધારાસભ્યે સંલગ્ન વહીવટી તંત્રનું ધ્યાન દોરતાં કરનાળી આઉટ પોસ્ટ તથા શ્રી કુબેર ટ્રસ્ટના કર્મચારીઓએ સંયુક્ત સેવા પ્રયાસ થકી જેસીબી દ્વારા મુખ્ય માર્ગ પર ધસી આવેલી માટે દૂર કરાતાં વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો

અન્ય સમાચારો પણ છે...