તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:છોટાઉદેપુર પાલિકા ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેને રાજીનામું આપ્યું

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓચિંતા રાજીનામું આપી દેતાં નગરમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું

છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલ્પાબેન શાહે ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન પદેથી સોમવારે અચાનક રાજીનામું આપી દીધું હતું. જેનાથી નગરમાં તરહ તરહની વાતોએ જોર પકડ્યું છે. આ અંગે અલ્પાબેન શાહનો ટેલિફોન ઉપર સંપર્ક કરતા જણાવ્યું હતું કે મેં અંગત કારણોસર ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તેમ જણાવ્યું હતું.

હાલમાં 28 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી છોટાઉદેપુર નગરપાલિકામાં ઘણી બધી રાજકીય ચહલપહલ ચાલી રહી છે. 28 પૈકી ભારતીય જનતા પાર્ટીના માત્ર 4 સભ્યો ચૂંટાયા છે. બસપાનાં 9, બીટીપીના 2, કોંગ્રેસના 8 તથા અપક્ષ 5 સભ્યો છે. 28 પૈકી 25 સભ્યોએ સસ્પેન્ડ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેનો મામલો હાલમાં હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે અને બહુ જ ટૂંકા સમયમાં હાઈકોર્ટનું જજમેન્ટ આવવાનું છે.

ત્યારે છોટાઉદેપુર નગરપાલિકામાં ઘણી રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સભ્યોના કોઈ કામ થતા ન હતા.

છેલ્લાં લગભગ 5 - 6 મહિનાથી બસપાના ઇન્ચાર્જ પ્રમુખ ઝાકીરભાઈ દડીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યોના કામો થઇ રહ્યા છે. ભાજપ માત્ર 4 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી હોવા છતાં ટાઉન પ્લાનીંગ સમિતિનુ ચેરમેન પદ મળ્યું હતું. હાલમાં નગરપાલિકાની રાજકીય પ્રવાહી પરિસ્થિતિ વચ્ચે આજે અચાનક અલ્પાબેન શાહે ટાઉન પ્લાનીંગ સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દેતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.

નગરમાં ચાલતી ચર્ચા મુજબ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો અને સંગઠનમાં સંપૂર્ણ તાલમેલ જણાતો નથી. ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન ભલે કહેતા હોય કે રાજીનામું અંગત કારણોસર આપ્યું છે. પણ નગરમાં ચાલતી ચર્ચા મુજબ રાજીનામા પાછળ જરૂર કોઈ રાજકીય કારણ હોઈ શકે. તેમ ચર્ચાઈ રહ્યું છે. આવનારા સમયમાં સંભવત પ્રમુખની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી 28માંથી માત્ર 4 સભ્યોના સહારે પ્રમુખ પદ મેળવવાની કોશિશમાં સફળ થાય છે કે કેમ? કોંગ્રેસ 3 અપક્ષોના સહારે 12 સભ્યોનું પીઠબળ ધરાવે છે. કોંગ્રેસને પ્રમુખપદ મેળવવા માટે 3 સભ્યોની જરૂર છે. બસપા નવ સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે. પ્રમુખપદ મેળવવા 6 સભ્યોની જરૂર છે. મળતી માહિતી મુજબ કોઈ પાર્ટી મેન્ડેટ આપશે તો અન્યાયનો ભોગ બનેલા સભ્યો મેન્ડેટનો પણ અનાદર કરે તો કોઈ નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...