ભાસ્કર વિશેષ:છોટાઉદેપુરમાં ‘સામાજિક સમરસતા સપ્તાહ’ની ઉજવણી

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર એસ. એન. કોલેજ ખાતે ‘સામાજિક સમરસતા સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
છોટાઉદેપુર એસ. એન. કોલેજ ખાતે ‘સામાજિક સમરસતા સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી.
  • નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, કાવ્ય ગાન સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું
  • એસ. એન. કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય બંધારણ વિશેની વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી

છોટાઉદેપુર ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ગોધરા સંલગ્ન નટવરસિંહજી આર્ટ્સ સાયન્સ એન્ડ એસ જી પટેલ કોમર્સ કોલેજ છોટાઉદેપુર ખાતે ડો બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી નિમિતે “સામાજિક સમરસતા સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી.

છોટાઉદેપુર કોલેજમાં તા 13/4/22ના રોજ ડો બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી દિન પૂર્વે એક દિવસીય રાષ્ટ્રીય પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના આચાર્ય વી એમ પટેલ, કન્વીનર એસ એલ પટેલ, પ્રોફેસર એસ, વી ઇશાઈ, એ બી શૈવ, વી પી ઠક્કર, બી પી પંચાલ, નટવરભાઈ પરમાર, અધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટય કરી ફુલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધા, વકૃતવ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, કાવ્ય ગાન સ્પર્ધા, જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જે કાર્યક્રમમાં ડો આંબેડકરના જીવન દર્શન અને કર્યો વિશે સામાજિક સમરસતા વિશે અને ભારતીય બંધારણ વિશેની વિસ્તૃત સમજ પુરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...