પ્રાર્થના:છોટાઉદેપુરમાં મહિલાઓ દ્વારા કેવડાત્રીજ પર્વની ઉજવણી

છોટાઉદેપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાદરવા સુદ ત્રીજના દિવસે દર વર્ષે મહિલાઓ પોતાને સારો પતિ મળે એના માટે મહાદેવ અને પાર્વતીની પૂજા કરે છે. મહિલાઓ નવા વસ્ત્રો ધારણ કરી પૂજાપાની સામગ્રી લઈ મહાદેવજીના મંદિરે પહોંચી જાય છે. કેવડાત્રીજ વ્રતમાં મહિલાઓ તમામ પ્રકારની વનસ્પતિ મહાદેવજી અને પાર્વતીજીને ચઢાવે છે. કેવડો સામાન્ય રીતે મહાદેવજીને અન્ય દિવસોમાં ચઢાવતો નથી. પરંતુ કેવડાત્રીજના દિવસે પાર્વતી માતાએ ચઢાવ્યો હતો એટલે માન્ય રાખ્યો હતો. જેથી મહિલાઓ કેવડો ચઢાવે છે. આ દિવસે મહિલાઓ વ્રત કરી રાત્રીના જાગરણ પણ કરે છે અને પોતાનો જીવનસાથી સારો મળે અને તેનું દીર્ઘ આયુષ્ય રહે તેવી પ્રાર્થના કરે છે.

અન્ય સમાચારો પણ છે...