પુષ્પહાર:છોટાઉદેપુર મંદિરોમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી

છોટાઉદેપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર જગતમાં એમ કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગું પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. જ્યાં સુધી કોઈ પણ કામ હોય તેમાં ઊંચાઈ ઉપર જવા માટે હંમેશા કોઈ પણ સશક્ત એક વ્યક્તિના સૂચનો જીવનમાં ખૂબ જરૂરી છે. તેમ વ્યક્તિમાં પણ ભગવાન સુધી પહોંચવામાં સાચા ગુરુનું આધ્યાત્મિક જ્ઞાન ખૂબ જરૂરી હોય છે. જેથી દરેક કામમાં એક ગોડ ફાધર જરૂરી હોય છે.

ગુરુ પૂર્ણિમાં પર્વ છોટાઉદેપુરમાં ઉજવાયો હતો. તેમાં કાળા રામજી મંદિરમાં ગુરુ પૂજા કાર્યક્રમ થયો હતો સૌએ મહંત શ્યામ સુંદર બીવેદીને પુષ્પહાર કરી આશીર્વાદ લીધાં હતાં. એજરીતે ધોળા રામજી મંદિરમાં મહંતને પણ સૌએ પુષ્પહાર કરી આશીવચન મેળવ્યા હતા.યોજાયેલ ગુરુપૂર્ણિમા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવા , સૌરભભાઈ શાહ તથા મુકેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...