પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી પાટિયા પાસે રાત્રીના એક કાર વૃક્ષ સાથે ભયંકર રીતે અથડાતા ચાર યુવાનો ઘાયલ થયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ગાડીના આગળનો ભાગ કુચ્ચો બોલી ગયો હતો.
પાવીજેતપુર તાલુકાના વાઘવા ગામનો એક યુવાન તેમજ પાવીજેતપુર નગરના ત્રણ યુવાનો મળી કુલ ચાર યુવાનો મિત્રનો જન્મદિવસ હોવાથી તેની પાર્ટી કરવા માટે ભેંસાવહીના પોતાના ખેતર ઉપર ગયા હતા. જ્યાંથી પાર્ટી કરી રાત્રિના પરત આવી રહ્યા હતા તે સમયે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર વૃક્ષ સાથે ભયંકર રીતે અથડાઈ હતી. જેની જાણ આજુબાજુવાળાઓને થતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી, આ ચારેય યુવાનોને તાત્કાલિક 108માં બોડેલી ખાતે ખસેડ્યા હતા. ત્યાંથી એક યુવાનને વધુ સારવાર માટે વડોદરા એસએસસીમાં મોકલવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ચારેય યુવાનોની તબિયત હાલ સારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.