ભાસ્કર વિશેષ:પ્રેમલગ્ન કરતી આદિવાસી યુવતીઓને ન્યાય અપાવવા ઝૂંબેશ

તેજગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આદિવાસી સમાજની દીકરીઓ માટે રજૂઆત કરનાર જમીલાબેન વરસનભાઈ રાઠવા. - Divya Bhaskar
આદિવાસી સમાજની દીકરીઓ માટે રજૂઆત કરનાર જમીલાબેન વરસનભાઈ રાઠવા.
  • છોટાઉદેપુર તાલુકાના ગામની આદિવાસી યુવતી દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ
  • મા-બાપે દીકરીઓના પૈસા લેવાના બદલે તે ઘર છોડી કેમ ભાગી તેનું કારણ જાણવું જરૂરી છે

છોટાઉદેપુર તાલુકાના ગામની આદિવાસી યુવતીઓ આદિવાસી સમાજની દીકરીઓ પ્રેમ લગ્ન કરી ભાગી જાય છે. ત્યારબાદ તેમની સાથે સતત અન્યાય થતો હોય છે. આત્રોલી ગ્રામ પંચાયતના સાત ગામો તેમજ છોટાઉદેપુર જિલ્લાના અન્ય પ્રાંતમાં પણ બનતી આવી ઘટનાઓ સામે જમીલાબેન વરસનભાઈ રાઠવા નામની યુવતીએ છોટાઉદેપુર કલેકટરને લેખિત રજૂઆત કરી છે. જમીલા રાઠવાએ કલેકટરને કરેલ રજૂઆતમાં આદિવાસી સમાજ દ્વારા યુવતીઓ સાથે થતા અન્યાય સામે આવા ઉઠાવતા તેમણે જણાવ્યું છે કે, મા-બાપ અને ભાઈઓ દ્વારા દિકરીનો કે બહેનો પર થતા અન્યાય અટકાવવા અંગે આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતે જે સાત ગામોની બનેલ છે.

જેમાં આંત્રોલી, ચંદુવાટ, દડિગામ, કાલ ઉખલવાંટ, કોલી ઘોપાદેવ, કાનાવાંટ ગામો સમાવિષ્ટ છે. અને છોટાઉદેપુર જિલ્લા ઘણા બધા ગામોમાં દિકરીઓ પર અન્યાય થઈ રહ્યા છે. દિકરીઓને કોઇ છોકરા સાથે પ્રેમ થઈ જાય અને એના ઘરના સાથ ના આપે એવું લાગે કે પછી હું ઘરે પરત ફરીશ તો ઘરના મને મારશે. એવી બીકે દિકરીઓ ઘર છોડીને ભાગી જાય છે. ત્યારે બાપ અને ગામના લોકો દિકરી જે પણ સાસરે ભાગીને જાય છે. ત્યાંથી પૈસા લેવા માટે જાય. જયાં દિકરી આજે જ ગઇ છે તેને સાસરે જઈને ખાલી રહેવાનું જ શરુ કર્યું ત્યાથી પૈસા લેવામાં આવે છે.

દિકરી ઘરે રહીને નાનેથી મોટી થઇ ત્યા સુધી જે કામ કર્યા તેની કોઈ કિંમત નથી. જયારે દિકરાને કોઈ છોકરી સાથે પ્રેમ થઇ જાય અને ભાગી જાય ત્યારે મા-બાપ દ્વારા તેમને દરેક પ્રકારે સાથ આપવામાં આવે છે. અને દિકરાને ઘરે બોલાવી લે છે. જયારે દિકરીને સાસરેથી બાપ હજારો રૂપિયા લઈ આવે છે. અને મહિનાઓ કે વર્ષો સુધી મા-બાપથી દુર રાખવામાં આવે છે.

પિયર બોલાવવામાં આવતી નથી. આવે તો મારી નાખવાની ધમકી આપવામાં આવે છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે, જે પણ દિકરી 2018થી લઈને આજ સુધી ભાગીને લગ્ન કર્યા હોય તેવી દિકરીના મા-બાપ પૈસા લાવ્યા હોય તે પૈસા એક પણ રૂપિયો વધારે નહિ કે એક પણ રૂપિયો ઓછો નહિ જેટલા લાવ્યા હોય તેટલા જ દિકરીઓને પરત અપાવવાની કલેકટરને વિનતી કરી છે.

ગ્રામ પંચાયતમાંથી કેટલી દિકરીઓ ભાગીને ગઈ છે. તેનું લિસ્ટ મંગાવીને દિકરીઓને પૈસા પાછા અપાવવા વિનંતી કરી જે મા-બાપ પૈસા આપવાની ના પાડે તેમની સાથે કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું છે. જમીલાબેન એમ જણાવે છે કે, હું પંચ, મા-બાપ કે ભાઈ વિરોધી નથી. પણ જે પણ લોકો પંચમાં બેસે છે તેમને દિકરીઓને આર્થિક (પૈસા)ની બાબતે કે માનસિક રીતે નુકશાન ન થાય એ પણ જોવું જોઈએ. દિકરીઓના પૈસા લેવાના બદલે તેમને ઘર છોડીને કેમ ભાગવુ પડે તે કારણો જાણવાની જરૂર છે. જેથી બીજી દિકરીઓને આવા પગલા ભરતા અટકાવી શકાય. જે બાબતે લેખિતમા જમીલાબેને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...