ભાસ્કર વિશેષ:ખનીજના શ્રમિકો માટે ઈ-શ્રમકાર્ડ અંગેનો કેમ્પ યોજાયો

જબુગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખનીજ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિક લાભાર્થીઓને ઈ શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. - Divya Bhaskar
ખનીજ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિક લાભાર્થીઓને ઈ શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
  • બોડેલી વિસ્તારમાં ખનીજ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોને ઈ શ્રમ કાર્ડ કાઢી અપાયાં
  • ​​​​​​​શ્રમ કાર્ડ થકી લાભાર્થીઓને પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવા પાત્ર થશે

છોટાઉદેપુર જિલ્લામાં રેતી ઉદ્યોગ સહિતના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ ઇ શ્રમ કાર્ડનું બોડેલી વિસ્તારમાં આવેલ રેતીની લીઝમાં કામ કરતા શ્રમિકોને ઇ શ્રમ કાર્ડની નોંધણી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી રવિવારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર જિલ્લાના ખનીજ ઉદ્યોગ સાથે સંકળાયેલા બોડેલી વિસ્તારના લાભાર્થીઓને બોડેલી ખાતે આવેલ સોમનાથ મિનરલ્સ બોડેલી ખાતે શ્રમજીવીઓને ઇ શ્રમ કાર્ડ અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં શ્રમિકોને ઈ શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારી એ.બી. જાડેજાનાં જણાવ્યા મુજબ ઈ શ્રમ કાર્ડ થકી લાભાર્થીઓને પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવા પાત્ર થશે. જેના અંતર્ગત રૂપિયા 2 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે.

આ કાર્ડ હશે તો વીમાના પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે તેમજ શ્રમિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહેશે તે હેતુથી ઈ શ્રમ કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રમિકોને કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભૂસ્તરશાસ્ત્રી એ.એન.પટેલ,ખાણ ખનીજ વિભાગના અધિકારી એ.બી.જાડેજા અને દેવલ પંચાલ સહિત મોટી સંખ્યામાં શ્રમિકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...