તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેતી ખનન:છોટાઉદેપુરમાં રાત્રીના ઓરસંગ નદીમાંથી રેતી ચોરાતી હોવાની બુમ, રેતી વહન કરતા ટ્રેક્ટરોના અવાજથી નદી કિનારે રહેતી પ્રજા પરેશાન

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન - Divya Bhaskar
છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન
 • મોટા પ્રમાણમાં રેતી ખનનને કારણે પાણીના સ્તર નીચા ઉતરી ગયા

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાંથી રાત્રીના સમયે ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન પ્રવૃત્તિ હાલમાં પણ ચાલુ છે. જે અંગે નદી કિનારે રહેતા રહીશો ફરિયાદ કરી રહ્યા છે. રાત્રીના ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટરો મારફતે ગેરકાયદેસર રેતી ખનન થતા અને ટ્રેક્ટરોના અવાજથી નદી કિનારે આવેલ રહેણાંક વિસ્તારની પ્રજા પરેશાન થઈ ગઈ છે. છોટાઉદેપુર નગરને જોડતા બે બ્રિજની આસપાસ કોઈ પણ જાતની રેતીની લીઝ તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી નથી. છતાં પણ રાત્રીના સમયે કોઈ પણ જાતની પરવાનગી વગર ટ્રેક્ટરોની લાઈટો બંધ કરી ટ્રેક્ટરોમાં રેતી ભરાય છે. જે પ્રવૃત્તિને કોઈ રોકી શકતું નથી. આ અંગે જવાબદાર કોણ? એ પ્રશ્ન છે. ફરિયાદ કરવી તો કોને કરવી જેનો જનતા જવાબ માંગી રહી છે.

ભારે રેતી ખનનને કારણે છોટાઉદેપુર નગરને જોડતા બે બ્રિજ જેના 10થી 15 ફૂટના પાયા દેખાઈ રહ્યા છે. ભવિષ્યમાં બ્રિજને પણ ઘણું નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. એટલું બધુ રેતી ખનન થઈ ચૂક્યું છે. છતાં પણ કોઈ રોકટોક વગર રેતી ખોદાઈ રહી છે. તંત્ર આ અંગે કડક પગલાં ભરે તેમ પ્રજા ઈચ્છી રહી છે. ઓરસંગ નદીમાંથી રાત્રીના ભરવામાં આવતી રેતીનો રાતોરાત વહીવટ થઈ જાય છે. સવારમાં કશુ જોવા મળતું નથી. માથાભારે રેતી માફિયાઓ દ્વારા ઓરસંગમાં થતા ખોદકામથી પ્રજા ત્રાસી ગઈ છે. થોડા સમય અગાઉ કેટલાક ઈસમો દ્વારા ખાણખાનીજ ખાતાના કર્મચારી ઉપર હુમલો થયાની ઘટના પણ બની છે. તંત્ર દ્વારા આ અંગે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ હાલમાં ફરી રેતી ખનન શરૂ થઈ ગયું છે. જેને રોકવું પ્રજાના હિતમાં છે.

છોટાઉદેપુર નગર તથા ઓરસંગ નદીના કિનારે આવેલા ગામોને વોટરવર્કસ તથા બનાવેલ કુવા મારફતે પાણી મળે છે. પરંતુ ભારે રેતી ખનનને કારણે પાણીના સ્તર નીચા ઉતરી ગયા છે. ઉનાળો આવતા પાણી સાવ ઓછું થઈ જશે અને ફરી પાણીનો કકળાટ શરૂ થઈ જશે. અને પ્રજાએ પાણી માટે વલખા મારવાનો વારો આવશે. પ્રજાની આ સમસ્યા નિવારવા અર્થે તંત્ર યોગ્ય પગલાં ભરે એ ઘણું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો