છોટાઉદેપુર જિલ્લામાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે શિયાળામાં ઉપયોગમાં લેવાતી ઔષધિઓ તથા ચીજ વસ્તુઓ બજારમાં વેચવા માટે આવતી હોય છે. જેમાં દેશી આમળા એક વિષેશ ઔષધી રૂપે માનવામાં આવતા હોય છે. જે બજારોમાં રૂા. 40 કિલોના ભાવે વેચાતા જોવા મળી રહ્યા છે. જે શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય અર્થે ઘણા કારગર હોય અને લાભદાયી હોય જેનો ઉપયોગ કરવાનું પ્રજા ભૂલતી નથી. અને બજારોમાં મોટા પ્રમાણમાં વેંચતા જોવા મળી રહ્યા છે. આમળાને ઔષધિના રૂપમાં પૃથ્વી પરનું સારામાં સારું ફળ કહેવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લો પ્રાકૃતિક સંપદાઓથી ભરપૂર છે. ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાંમાંથી ઘણી બધી હાલના સમયમાં દુર્લભ ઔષધિઓ મળી આવે છે. જેનો ઉપયોગ પ્રજા આજે પણ કરતી જોવા મળે છે. જ્યારે બહારની આયુર્વેદિક ફાર્મસી કંપનીઓ પણ સ્થાનિક વેપારીઓ પાસે જથ્થાબંધ માલ ખરીદે છે. અને દવા બનાવવા તેનો ઉપયોગ કરે છે. જ્યારે આમળા પણ એક મહત્વની ઔષધિના રૂપમાં તેનું વેચાણ તથા ખરીદી થતી હોય છે.
ઔષધિ રૂપે ભારે કારગર નિવડતા દેશી આમળા વિટામિન સી થી ભારે ભરપૂર હોય છે. લોહી શુદ્ધ કરવામાં મદદ કરતા હોય તથા કબજિયાત, પેટની સમસ્યા, પેટમાં ઠંડક જેવી દવા અને શિયાળાની ઋતુમાં ચ્યવનપ્રાશ બનાવવા અર્થે આમળાનો ઉપયોગ થતો હોય છે. લોકો આમળાનું જ્યુસ પણ પીવે છે.
ઘણી બધી સમસ્યાઓમાં આમળા કારગર નીવડે છે. જેમ લીલા અને તાજા આમળા ભારે લાભદાયી છે. તેમજ સૂકા આમળા પણ ભારે લાભપ્રદ છે. સૂકા આમળાનો પાઉડર શેમ્પુ બનાવવા, માથામાં નાખવાના તેલ બનાવવા, સાબુ બનાવવા બહારની કંપનીઓમાં થતો હોય છે. આમળાના ઘરેલુ ઉપયોગ પણ કરવામાં આવે છે. જેનાથી ખરતા વાળની સમસ્યા અટકે છે. તથા વાળ કાળા પણ થાય છે. અતિ ઉપયોગી ફળની સાથે સાથે ઇમ્યુનિટીમાં વધારો થતા શિયાળાની ઋતુમાં બોલબાલા વધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.