ત્રીજા દિવસે લાશ મળી:છોટા ઉદેપુરના અંબાડી ગામના અસ્થિર મગજના બે દિવસથી ગુમ થયેલ વૃદ્ધની નદીના પટમાંથી લાશ મળી

છોટા ઉદેપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુરના તાલુકાના અંબાડી ગામના અસ્થિર મગજના વૃદ્ધ તા. 22 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે માળવાળા ખેતર જવા નીકળ્યા હતા. બપોરના એક વાગ્યા સુધી ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સાંજ સુધી ન મળતાં પરિવારજનોએ પાવી જેતપુર પોલીસ મથકે વૃદ્ધ વાઘજીભાઈ દલાભાઈ રાઠવા (ઉ. વ.65) ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

બે દિવસ બાદ ત્રીજા દિવસે તા. 24ના રોજ સાંજના લગભગ 5 વાગ્યાના અરસામાં વૃદ્ધની લાશ રતનપુરની સીમમાંથી ઓરસંગ નદીના પટમાંથી મળી આવી હતી. આ લાશનો કબજો પાવી જેતપુરના પોલીસે મેળવીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...