દારૂની હેરાફેરી પર તરાપ:બોડેલી પોલીસે સ્કૂલ દફ્તરમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો; દારૂના ખેપિયાઓની નવી મોડસ ઓપરેન્ડી

છોટા ઉદેપુર19 દિવસ પહેલા
  • કાપડની થેલી, ગુટકાના થેલામાં તેમજ સ્કૂલ બેગમાં વિદેશી દારૂ લઇને જતા ઝડપાયા

છોટા ઉદેપુર સરહદી જિલ્લો છે, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલો જિલ્લો હોવાને કારણે દારૂની ખેપ મારતા બૂટલેગરો માથાનો દુખાવો સમાન બન્યા છે. ત્યારે ખેપિયાઓ દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાખવા બેગમાં વિદેશી દારૂ લઈ જવાનો કિસ્સો બોડેલીમાં સામે આવ્યો છે. જેમાં આજે સોમવારે સવારે લગભગ 11 વાગ્યાના અરસામાં બોડેલી પોલીસને બાતમી મળી હતી કે છોટા ઉદેપુર-વડોદરા એસ.ટી.બસમાં વિદેશી દારૂની ખેપ વાગી રહી છે. જેથી બોડેલી પોલીસે બાતમીવાળી બસને એસ.ટી ડેપોમાં રોકીને તપાસ કરતાં તેમાંથી છોટા ઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારની ત્રણ મહિલા ઘર વપરાશની કાપડની થેલી, ગુટકાના થેલામાં તેમજ સ્કૂલ બેગમાં વિદેશી દારૂ લઇને જતા પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી.

દારૂની ખેપ મારતા બૂટલેગરો માથાનો દુખાવો સમાન બન્યા
સામાન્ય ગરીબ દેખાતી આ મહિલાઓ દારૂની ખેપ મારતી હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું નહોતું. પરંતુ તેમની પાસે રહેલો સામાન ચેક કરતાં અને તેમાંય કોઈને શંકા ન જાય તે માટે બાળકો શાળામાં ભણવામાં ઉપયોગમાં લે તેવી બેગમાં વિદેશી દારૂની બોટલ લઈ જતા ઝડપાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...