તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના આધેડ સંક્રમિત, કુલ આંક 770

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જુદાજુદા તાલુકાઓમાંથી 403 સેમ્પલ કોરોનાની તપાસ અર્થે લેવાયા હતા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. સતત કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજામાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 769 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 29 ડિસેમ્બર મંગળવારના રોજ નવો 1 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 770 ઉપર પહોંચ્યો છે.

મંગળવારે જિલ્લામાં જે 1 પોઝિટિવ કેસ આવ્યો તેમાં 52 વર્ષના આધેડ દિવાળી પાર્ક સોસાયટી બોડેલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંગળવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 403 એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 731 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 15 દર્દીઓ એડમિટ છે. અને 21 દર્દી ના મોત થયા છે. મંગળવારે જિલ્લામાંથી સાજા થઈ જતા 3 દર્દીને રજા આપી દેવામાં આવી હતી.

અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 252 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 201 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 148 કેસ, કવાંટ તાલુકા 70 કેસ, પાવીજેતપુર તાલુકામાં 54 કેસ, નસવાડી તાલુકામાં 45 કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો