ઉમેદવારીપત્ર ભર્યું:છોટા ઉદેપુર બેઠક પર ભાજપના રાજેન્દ્રસિંહ રાઠવાએ રેલી કાઢી; બહુમતીથી વિજય થશે તેવી આશા વ્યક્ત કરી

છોટા ઉદેપુર3 મહિનો પહેલા

છોટા ઉદેપુર વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવા રેલી કાઢીને સેવવસદન પહોંચ્યા હતા.

વિજય થશે તેવી આશા વ્યક્ત કરી
આજરોજ છોટા ઉદેપુર 137 વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને હાલમાંજ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મોહનસિંહ રાઠવાના દીકરા રાજેન્દ્રસિંહ રાઠવાએ રેલી કાઢીને સેવા સદન પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે રાજેન્દ્રસિંહ રાઠવાએ મીડિયા સાથે વાત કરતા આ બેઠક પર ભાજપનો જંગી બહુમતીથી વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...