જૂના જોગીઓ સામસામે આવતા ખરાખરીનો જંગ:જેતપુર વિધાનસભા બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય જયંતિ રાઠવાનું નામ જાહેર કર્યું

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટા ઉદેપુર જિલ્લાની જેતપુર વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ગઇરાત્રે પૂર્વ ધારાસભ્ય જયંતિ રાઠવાનું નામ જાહેર કરાયું હતું. જેને લઇને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાની 137 જેતપુર વિધાનસભા બેઠક પર ઉમેદવાર માટે કશ્મકશ ચાલી રહી હતી અને અંતે ગઈમોડી રાત્રે ભાજપ દ્વારા જયંતિ રાઠવાની નામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને કાર્યકરોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જયંતિ રાઠવાની કોંગ્રેસના સુખરામ રાઠવા સામે કારમી હાર થઈ હતી. આ વખતે આ જૂના જોગીઓ જ સામસામે ચૂંટણીમાં આવતા ખરાખરીનો જંગ ખેલાશે તે ચોક્કસ છે.

અન્ય સમાચારો પણ છે...