બાળકોના ભવિષ્યના માથે પ્રશ્નાર્થ:કવાંટની મોટી ટોકરી પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી, આચાર્યની બદલી કરવાની માંગ કરી

છોટા ઉદેપુર5 દિવસ પહેલા
  • અનિયમિત આચાર્યને કારણે જ બે શિક્ષકો પણ અનિયમિત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું

છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામની 1થી 8 ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે, જ્યાં ગામના લગભગ 170 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા ચારેક વર્ષ જેટલા સમયથી શાળાના આચાર્ય અને બે શિક્ષકો અનિયમિત છે, જેને લઇને શાળામાં અભ્યાસ કરતા બાળકના શિક્ષણ પર અસર જોવા મળે છે. જેના માટે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતાં આજે શુક્રવારના રોજ મોટી ટોકરીના ગ્રામજનોએ ભેગા મળીને શાળાને તાળાબંધી કરી દીધી છે.

ગ્રામજનોએ ભેગા મળીને શાળાને તાળાબંધી કરી દીધી
આ અનિયમિત આચાર્યને કારણે જ બે શિક્ષકો પણ અનિયમિત હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, જેથી શાળાના આચાર્યની બદલી માટે ગ્રામજનોએ કવાંટના ટીડીઓ, મામલતદાર, છોટા ઉદેપુર જીલ્લા શિક્ષણાધિકારી તેમજ કલેકટરને પણ લેખિતમાં રજૂઆત કરી હતી.

અભ્યાસ કરી રહેલા બાળકોનું ભાવિ જોખમાયું
ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતાં આજ રોજ મોટી ટોકરીના ગ્રામજનોએ ભેગા મળીને શાળાને તાળાબંધી કરી દીધી છે. ઉપરાંત જ્યાં સુધી આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી તાળું નહિ ખોલવાની જાહેરાત કરી દેતા શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકોનું ભાવિ જોખમાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...