તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:છોટાઉદેપુરના ડોલરીયા ગામના વૃદ્ધ ખેડૂત ઉપર રીંછનો હુમલો

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે સવારે મકાઈના ખેતરમાંથી ભૂંડ ભગાડવા ગયા હતા

છોટાઉદેપુર તાલુકાના ડોલરીયા ગામે વૃદ્ધ ખેડૂત કેશરસિંગભાઈ ભીમસિંગભાઈ રાઠવા ઉપર ખેતરમાં રીંછે હુમલો કર્યો હતો.

છોટાઉદેપુર તાલુકાના ડોલરીયા ગામ ખાતે તા 29/12/20 ના રોજ વહેલી સવારે 5-00 કલાકે વૃદ્ધ ખેડૂત કેશરસિંગભાઈ ભીમસિંગભાઈ રાઠવા ઉ 60 વર્ષ પનિયારા ફળીયા તા જી છોટાઉદેપુર પોતાના ખેતરમાં મકાઈનું વાવેતર કરેલ હોય જેઓ ભૂંડ ભગાડવા અર્થે ગયા હતા. તે સમય દરમ્યાન અચાનક રીંછે હુમલો કરી ખેડૂતના બંને હાથના કાંડા ઉપર કોણીએ માથાના ભાગે ઇજાઓ કરી હતી. જે અંગે વૃદ્ધ ખેડૂત કેશરસિંગભાઈ એ બુમો પાડતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રીંછ જંગલ તરફ ભાગી ગયુ હતું. રીંછના હુમલામાં ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો