ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસેથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનો પ્રવેશ થાય છે.ચારેય બાજુએ નાના મોટા ડુંગરોની હારમાળા વચ્ચે નર્મદા નદી 3 રાજ્યોની ત્રિભેટે આવે છે. ખળખળ વહેતી નર્મદાના પટમાં ઉનાળામાં ડેમની સપાટી ઘટતા જ બેટ ઉપસી આવે છે. કેટલીક ટેકરીઓ બહાર આવતાં જ પ્રવાસીઓ આકર્ષાય છે.
હાલ ડેમની સપાટી 5 એપ્રીલે 118.86 મીટર હતી જે 2021 કરતાં 6.42 મીટર ઓછી છે. સ્ત્રાવ વિસ્તારમાં હાલમાં બહાર આવેલા ટાપુઓ પર લોકો ફરવા કે પીકનીક કરવા કે ફોટોગ્રાફી માટે આવતાં છે. હાંફેશ્વર ત્રણ રાજ્યના ત્રિભેટે ઉભેલું છે.હાંફેશ્વર ગુજરાતની સરહદનું સૌથી છેલ્લું ગામ છે.આ બાદ નર્મદા કિનારે ડુંગરોની હારમાળા જોવા મળે છે.જેમાં એક બાજુ મહારાષ્ટ્ર તો બીજી બાજુ મધ્યપ્રદેશની સરહદ છે.હોડીના રસ્તે લોકો આવજા કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.