કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન:છોટા ઉદેપુર જીલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો, વિરોધપક્ષના નેતાને ડીટેઇન કરાયા

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

દેશભરમાં વધતી મોંઘવારીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન કર્યું હતું. આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે 10 સપ્ટેમ્બરના રોજ આંશિક બંધની જાહેરાત કરવામાં આવી હતી. જેનો છોટા ઉદેપુર જીલ્લામાં ફિયાસ્કો જોવા મળ્યો હતો. વિપક્ષનેતા સુખરામ રાઠવાના તાલુકા કવાંટમા જ બજારો ખુલ્લા જોવા મળ્યા હતા.

દેશમાં વધતી મોંઘવારીને લઈને ગુજરાત બંધનું એલાનને લઈને છોટા ઉદેપુર જીલ્લામાં ફિયાસકો જોવા મળ્યો હતો. ત્યારે વિધાનસભાના વિપક્ષનેતા સુખરામ રાઠવાના કવાંટ ખાતે જ બજારો ખુલ્લા રહેતા સુખરામ રાઠવા કવાંટ નગર બંધ કરાવવા નીકળ્યા હતાં. કવાંટના વહેપારીઓને હાથ જોડી દુકાનો બંધ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યારે કવાંટના વિપક્ષનેતા દ્વારા દુકાનો બંધ કરાવતા વહેપારીઓ દુકાન બંધ કરી રહ્યા હતા તે સમયે પોલીસ આવી જતા વિપક્ષનેતા સુખરામ રાઠવાને કવાંટ પોલીસે ડિટેન કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોંઘવારી દૂર કરોના નારા બોલાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...