ભારે મુશ્કેલી:છોટાઉદેપુર નાકા પાસે બ્રિજ ઉપર રસ્તાની ખરાબ હાલત

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નાકા પાસે આવેલ બ્રિજ ઉપર રસ્તાની ખરાબ હાલત મોટા મોટા ખાડાઓથી પ્રજા પરેશાન બની છે. - Divya Bhaskar
છોટાઉદેપુર નાકા પાસે આવેલ બ્રિજ ઉપર રસ્તાની ખરાબ હાલત મોટા મોટા ખાડાઓથી પ્રજા પરેશાન બની છે.

છોટાઉદેપુર-અલીરાજપુર ને જોડતો હાઇવે ઉપર મધ્યપ્રદેશ તરફ જતા રોડ ઉપર નાકા પાસે એક બ્રિજ આવેલો છે. જેના ઉપર મોટા મોટા ખાડા પડી જતા રાહદારીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. ઘણા વ્યક્તિઓ પડી જવાના પણ બનાવો બની રહ્યા છે. તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે તેમ પ્રજા માગ કરી રહી છે.

છોટાઉદેપુરથી અલીરાજપુર જતા છોટાઉદેપુરના નાકા પાસે ઓરસંગ નદી ઉપર વર્ષો જૂનો બ્રિજ આવેલો છે. ત્યાં રોડ ઉપર ઘણા સમયથી મોટા ખાડા પડી ગયા છે. વરસાદને કારણે ખાડામાં પાણી ભરાયેલા હોય જેથી રાહદારીઓને ખાડો કેટલો ઊંડો છે અને રસ્તો કેટલો ખરાબ છે જેનો અંદાજ રહેતો નથી. દ્વિચક્રી વાહનચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. જેને કારણે વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચોમાસામાં રોડ-રસ્તા ખરાબ થઈ ગયા છે. રસ્તાઓ ઉપર કપચી બહાર નીકળેલી જોવા મળે છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે. તંત્ર દ્વારા પડેલા ખાડાઓનું પુરાણ કરવામાં આવે તેમ પ્રજા માગ કરી રહી છે. દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ ઉપર ખાડા પડી જાય છે એ કેટલું વ્યાજબી કહેવાય. રોડ મજબૂત બનાવવામાં આવે તેવી પ્રજાની માગ છે.

અન્ય સમાચારો પણ છે...