બાહુબલીની થીમ પર ગણેશ પંડાલ:સંખેડાના કાછીયાવાડમાં બાહુબલીની થીમ આધારિત મૂવિંગ ડેકોરેશન કરાયું, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

છોટા ઉદેપુર22 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લાના સંખેડાના ખાતે એક અનોખી રીતે બાહુબલીની થીમ ઉપર ગણેશ પંડાલ સજાવવામાં આવ્યો છે. જેને લઇને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ઠેર ઠેર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે. પરંતુ સંખેડાના કાછીયાવાડ યુવક મંડળ દ્વારા અનોખી રીતે ગણેશ પંડાલને સજાવવામાં આવ્યો છે. આ ગણેશ પંડાલને બાહુબલી ફિલ્મની થીમ ઉપર સજાવવામાં આવ્યો છે. જેમાં બાહુબલી ફિલ્મના મહત્વના પાત્રોને બતાવવામાં આવ્યા છે, સાથે સાથે મહત્વના સીન પણ ડાયલોગ અને મૂવમેન્ટ સાથે રજૂ કરવામાં આવ્યા છે. જેને લઇને આ ગણેશ પંડાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

સંખેડાના કાછીયાવાડ યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ થીમ ઉપર ગણેશ પંડાલને મુવિગ ડેકોરેશન સાથે બનાવવામાં આવે છે. જેને લઇને દર વર્ષે અહીંયા લોકો ગણેશજીની સાથે પંડાલને પણ જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...