પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામે ગાળો બોલવાનું ના કહેતા ગુસ્સામાં આવી જઈ આરોપીએ પતિ, પત્ની અને કુટુંબીને લાકડી વડે માર મારતા કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામે રહેતા મંગળિયા રોડધનભાઈ પોતાની પત્ની સાથે મજૂરી કામે જઈ સાંજના 6 વાગ્યાના અરસામાં ઘરે પરત ફર્યા હતા. ત્યારે તેઓના પડોશમાં રહેતા બનસીંગ રાવજી રાઠવાનાઓએ તેઓની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. બનસીંગના ત્રાસથી કંટાળી પત્ની ઘરેથી જતી રહી હતી. ત્યારે બનસીંગનાઓ બહાર આવીને ગમે તેવી ગાળો બોલવા લાગ્યા હતા. આ સમયે મંગળિયા એ ગાળો નહીં બોલવા જણાવતા બનસીંગ ગુસ્સામાં આવી જઈ મંગળિયાના કુટુંબી ભાઈ એવા બિંદુ નંદુભાઈ નાયકાનાઓને બસીંગ એ તેઓના હાથમાંની લાકડી જમણા ખભા ઉપર મારી દીધી હતી.
મંગળિયા તેમજ તેની પત્નીને વધુ મારમાંથી બચાવવા જતા બનસીંગ એ મંગળિયાની પત્નીના ડાબા હાથ ઉપર લાકડી મારી દીધી હતી. મંગળિયાને માથામાં જમણી બાજુએ લાકડી મારી દઈ ગમે તેવી ગાળો બોલી ફરીથી કંઈ કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ 108માં પાનવડ સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓને પાવીજેતપુર સરકારી દવાખાનામાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં મંગળિયાની પત્ની નીકલીબેનના હાથમાં ફેક્ચર થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામે ગાળો નહીં બોલવા જણાવતા આરોપી ઉશ્કેરાઈ જય લાકડી વડે હુમલો કરતા કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.