એકસાથે 16 નબીરાઓ ઝડપાયા:છોટા ઉદેપુરના પાવી જેતપુર ખાતે પોલીસે શ્રાવણીયા જુગારધામ પર રેડ કરી, કુલ રૂપિયા 5.15 લાખનો મુદ્દામાલ ઝબ્બે

છોટા ઉદેપુર10 દિવસ પહેલા
  • પોલીસને જોઇને જુગારીઓમાં દોડધામ મચી ગઇ
  • પોલીસ પૂરી તૈયારી સાથે પહોંચી હોવાથી નબીરાઓ જુગાર રમતા ઝડપાઈ ગયા

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે શ્રાવણિયો જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી પાવી જેતપુર પોલીસને મળી હતી. બાતમી મુજબ સાંજના સમયે નાની રાસલી ખાતેના એક તબેલામાં જુગાર રમાતો હતો, તે સમયે પાવી જેતપુર પોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઇને જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પરંતુ પોલીસ પૂરી તૈયારી સાથે પહોંચી હોવાથી નબીરાઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

કુલ રૂ. 5 લાખ 15 હજાર 340નો મુદ્દામાલ ઝડપાયો
પાવી જેતપુર પોલીસે 16 નબીરાઓ પાસેથી દાવ પર લાગેલા રૂ. 28 હજાર, અંગ ઝડતી લેતાં રૂ. 40 હજાર 340, 13 મોબાઈલ અને 7 મોટર સાયકલ મળી કુલ રૂ. 5 લાખ 15 હજાર 340નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...