દીપડાના બચ્ચાનું રેસ્ક્યૂ:છોટા ઉદેપુરના ખજુરિયા ખાતે બાળ દીપડો કૂવામાં ખાબકયો; વન વિભાગે સફળતાપૂર્વક બહાર કાઢ્યો

છોટા ઉદેપુર13 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લાના ખજુરિયા ખાતે દોઢ વર્ષની ઉંમરનો એક બાળ દીપડો કૂવામાં ખાબકયો હતો, કૂવામાં દિપડો પડ્યાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, વન વિભાગ દ્વારા તાત્કાલિક ખજૂરીયા ખાતે બાળ દીપડાને કાઢવા માટે પીંજરું કૂવામાં ઉતારવામાં આવ્યું હતું, અને બાળ દીપડો પિંજરામાં આવી જતા પીંજરું બહાર કાઢીને બાળ દીપડાને ફતેપુરા નર્સરી ખાતે લાવી તેનું મેડિકલ ચેકઅપ કરીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...