તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:રસીકરણને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ વિભાગોને જવાબદારીની સોંપણી

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં રસીકરણ પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે કલેકટર  સ્તુતિ ચારણ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસ. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં રસીકરણ પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે કલેકટર  સ્તુતિ ચારણ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસ.
  • છોટાઉદેપુર કલેક્ટરના રસીકરણને ઝડપી બનાવવા પ્રયાસો: રોજ સાંજે કામગીરીની સમીક્ષા
  • લોકોને રસી મૂકાવવા માટે તંત્રને સહયોગ આપવા અપીલ

છોટાઉદેપુર કલેક્ટર તરીકે તાજેતરમાં જ ચાર્જ સંભાળનાર સ્તુતિ ચારણ દ્વારા જિલ્લામાં રસીકરણ પ્રક્રિયા વેગવંતી બને એ માટે સરાહનિય પ્રયાસો હાથ ધર્યા છે. તેમણે જિલ્લા કક્ષાના અધિકારીઓને પણ રસીકરણની કામગીરીમાં યોગ્ય સહયોગ કરવા તાકીદ કરી છે.

કોવીડ-19 કોરોના વાયરસનાં સંક્રમણથી સમગ્ર વિશ્વ ઘેરાયું છે. નજીકના ભવિષ્યમાં ત્રીજી લહેરની સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંજોગોને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજી લહેરની અસરને ખાળી શકાય એ માટે જિલ્લા કલેકટરે જિલ્લામાં રસીકરણ પ્રક્રિયા ઝડપી બને એ માટે કમરકસી છે. કલેકટર દ્વારા વન વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ, ખેતીવાડી અને બાગાયત વિભાગ, પંચાયત વિભાગ સહિતના જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારીઓને રસીકરણ પ્રક્રિયામાં સહયોગી થઈ વધુમાં વધુ નાગરિકોને રસી આપવામાં મદદરૂપ થવા તાકીદ કરી છે. જિલ્લા કલેકટર દ્વારા રોજે રોજ કરવામાં આવતી રસીકરણ અંગેની કામગીરીની નિયમિત રીતે રોજ સાંજે સમીક્ષા પણ કરવામાં આવે છે.

છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ 80 કેન્દ્રો ખાતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના તમામ વિભાગો તેમના લાભાર્થીઓ અને સ્ટેક હોલ્ડર્સને આ રસીકરણ કેન્દ્રો ખાતે રસીકરણ કરાવે એવી અપેક્ષા સાથે કલેકટરે તમામ વિભાગોને જવાબદારી સોંપી છે.

કલેક્ટર સ્તુતિ ચારણના ચાર્જ લીધા બાદ જિલ્લાની રસીકરણ પ્રક્રિયામાં ઝડપ આવી છે. કોરોના વાયરસનાં સંક્રમણથી બચવા માટે રસી એકમાત્ર ઉપાય હોય વધુમાં વધુ રસીકરણ કરવામાં આવે તો સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મળી રહેશે. માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રસીકરણ અંગેની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સંક્રમણથી બચવા માટે રસી એકમાત્ર ઉપાય હોઈ જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાની જાહેર જનતાને પણ રસી મુકાવી વહીવટી તંત્રને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...