રિસાયેલાને મનાવાની પ્રક્રિયા:ચૂંટણી નજીકમાં છે ત્યારે છોટાઉદેપુરમાં રિસાયેલા કાર્યકરોને મનાવાની મથામણ

છોટાઉદેપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણાંને ટિકિટ મળવાની આશા હતી પરંતુ પત્તું કપાતાં નિરાશા સાંપડી

રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અંગે છોટાઉદેપુર 137, પાવીજેતપુર 138 અને સંખેડા 139 વિધાનસભા બેઠક ઉપર તા 5 ડિસેમ્બરે ત્રણેય તાલુકાના બુથો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં હવે ઘણા ઓછા દિવસો બાકી હોઇ રાજકીય પાર્ટીના રિસાયેલા કાર્યકરોને હજુ પાર્ટીના ગોડ ફાધરો દ્વારા મનાવવાનો દોર ચાલી રહ્યો છે. તેમ પાર્ટીના કાર્યકારોમાં ચર્ચાઈ રહ્યું છે. ઘણાને ટિકિટ મળે તેવી આશા હતી પરંતુ પત્તું કપાતાં નિરાશા દેખાઇ રહી છે. તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.

હાલમાં જિલ્લાની ત્રણમાંથી છોટાઉદેપુર બેઠક માટે ભાજપમાંથી રાજેન્દ્રસિંહ રાઠવાની પસંદગી કરાઇ છે. જ્યારે કોંગ્રેસમાંથી સંગ્રામસિંહ રાઠવાની નક્કી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. એ જ રીતે સંખેડામાં કોંગ્રેસમાંથી ધીરુભાઈ ભીલ અને ભાજપમાં અભેસિંગ તડવી, જ્યારે પાવીજેતપુર ખાતે ઉમેદવાર બાબતે હજુ સસ્પેન્સ છે.

છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા કોંગ્રેસ સાથે છેડો ફાડી તેમના પુત્રો સહિત ભાજપમાં જોડાઈ ગયા છે. અને તેમના પુત્ર રાજેન્દ્રસિંહને ભાજપ દ્વારા છોટાઉદેપુર 137 વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ટિકિટ અપાઇ છે. જેનાથી ઘણા સમીકરણો બદલાયા છે. રાજેન્દ્રસિંહનું નામ જાહેર થતા આંતરિક વિખવાદ થયો હતો.

પરંતુ ઘણાને મનાવી લેવાયા છે. છેલ્લા ઘણા સમયથી ટિકિટવાંછુ કાર્યકરોને ટિકિટ ન મળતાં રોષ ફેલાયો છે. જે આગામી દિવસોમાં બહાર આવે તો નવાઈ નહિ તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. છોટાઉદેપુર બેઠક માટે જે કોન્સેસ લેવાયા તેમાં 27 કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી. હાલમાં તો પાર્ટીના આગેવાનો દ્વારા રિસાયેલાને મનાવાની પ્રક્રિયા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...