કાર્યક્રમનું આયોજન:પરીક્ષા ટાણે જ વિદ્યાર્થીઓ માટે CMનો કાર્યક્રમ ખલેલરૂપ બન્યો

છોટાઉદેપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકબાજુ કોલેજમાં પરીક્ષા, બીજીબાજુ CMનો કાર્યક્રમ
  • છોટાઉદેપુર કોલેજમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનું આયોજન

છોટાઉદેપુર એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી પધારી રહ્યા છે. જેના કાર્યક્રમના આયોજન અર્થે વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે. પરંતુ એસ એન કોલેજમાં યુનિવર્સિટીની એક્ઝામ ચાલતી હોય પરંતુ તંત્ર દ્વારા કાર્યક્રમ ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓને કાર્યક્રમને લઈ પરીક્ષા આપવામાં ભારે ખલેલ પહોંચશે તેમ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે.

છોટાઉદેપુર એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે તારીખ 5મેના રોજ સવારે 10 કલાકના સમય દરમિયાન જિલ્લામાં કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવાનુ હોય જેના કાર્યક્રમ વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે.

પરંતુ બિજી તરફ એસ એન કોલેજ ની યુનિવર્સીટી ની બી એ સેમેસ્ટર 4 બી કોમ સેમેસ્ટર 4, ને બી એસ સી સેમેસ્ટર 4 ની વાર્ષિક પરીક્ષા સવારે 10 થી 1 અને બપોરે 2 થી 5 યોજાવાની હોય જેથી પરીક્ષા આપવામાં ભારે ખલેલ પહોંચશે તેમ પરિક્ષાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...