તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:છોટાઉદેપુરમાં ઓવરબ્રિજ ઉપર જીવના જોખમે કામ કરતા કારીગરો

છોટાઉદેપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં નગરમાં નવા બની રહેલા ઓવરબ્રિજ ઉપર જીવના જોખમે કામ કરતા કારીગરો તસવીરમાં જણાય છે. - Divya Bhaskar
છોટાઉદેપુરમાં નગરમાં નવા બની રહેલા ઓવરબ્રિજ ઉપર જીવના જોખમે કામ કરતા કારીગરો તસવીરમાં જણાય છે.
  • ઓવરબ્રિજ ઉપરથી બિલકુલ ઓછા અંતરેથી વીજ વાયરો પસાર થઈ રહ્યા છે
  • વીજ લાઈન ઓવરબ્રિજ ઉપરથી હટાવી લેવા પ્રજાની માગ

છોટાઉદેપુર નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે નં 62 ઉપર આવેલ રેલવે ફાટક નં 101 ઉપર તંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તે સાવ મંથર ગતિએ ચાલી રહી છે. જેમાં કામ કરતા કારીગરો તથા શ્રમિકો જીવના જોખમે કામગીરી કરી રહ્યા હોવાની સ્થાનિક પ્રજા દ્વારા જાણવા મળ્યું છે. પસાર થતા હાઇવે ઉપર બનતા રેલવે ઓવરબ્રિજ ઉપરથી વીજળીના વાયરો જતા હોય વિદ્યુત પ્રવાહ ચાલુ હોય જે બિલકુલ ઓછા અંતરેથી પસાર થઈ રહ્યા છે.

છોટાઉદેપુરથી ગોધરાને જોડતો હાઇવે ઉપર થતી ઓવરબ્રિજની કામગીરીમાં કામ કરતા મજૂરો તથા કારીગરો બિલકુલ નજીકથી નીકળતી વિદ્યુત લાઈન પાસે જીવના જોખમે કામ કરી રહ્યા છે. હાલમાં ચોમાસાનો માહોલ છે. વરસાદ પડે અથવા ભેજના કારણે કોઈને વ્યક્તિને કરંટ લાગે તો જવાબદાર કોણ? તેમ પ્રજા પ્રશ્ન કરી રહી છે. આ લાઈન ત્યાંથી હટાવી લેવામાં આવે અને આ અંગે તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે તેમ પ્રજાની માંગ છે. હાલમાં ચાલી રહેલ ઓવરબ્રિજની કામગીરીને કારણે તંત્ર દ્વારા ફાટક પાસે આવેલ એક નાના ગરનાળામાંથી નાના વાહનોને અવર જવર માટે રસ્તો આપવામાં આવ્યો છે. જે ખુબજ સાંકળો છે.

રાહદારીઓને અવર જવર અર્થે ભારે મુશ્કેલી પડે છે. અને કાચો રોડ હોવાને કારણે ચોમાસામાં ભારે કિચ્ચડ થઇ જાય છે. તંત્ર દ્વારા આપવામાં આવેલો ડાયવર્ઝન રોડ ઉપર ડામર પાથરી નવો બનાવી આપવામાં આવે જેથી ચોમાસામાં કિચ્ચસ થાય નહિ તેમ પ્રજા માંગ કરી રહી છે.

છોટાઉદેપુરમાં ચાલતી ઓવરબ્રિજની કામગીરી ભારે મંદ ગતિએ ચાલતી હોય ડાયવર્ઝનના કારણે મોટા ફોર વિલ વાહનોને અવર જવર અર્થે ભારે તકલીફ પડતી રહી છે. અને સમય તથા પેટ્રોલ ડીઝલનો બગાડ થતો હોઇ જેને ઝડપી બનાવવામાં આવે તેમ સ્થળ ઉપરના સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે. આ અંગે જિલ્લાના ઉંચ્ચ અધિકારીઓ ધ્યાન આપે એ ખૂબ કરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...