તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયસર એન્ટ્રી:જિલ્લામાં મેઘાનું આગમન : ખેડૂતોમાં વાવણીનો ઉત્સાહ

છોટાઉદેપુર/વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં 21 મિમી વરસાદ નોંધાયો: ઠેરઠેર પાણી ભરાયાં
  • પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી

છોટાઉદેપુર-વડોદરા જિલ્લામાં ઘણાં નગરોમાં મેઘાએ આગમન કરી દીધું છે. જેના કારણે ગરમીથી ત્રસ્ત લોકોને ઠંડક થઇ હતી. મેઘાની સમયસર એન્ટ્રીથી જિલ્લાના ખેડૂતોમા પણ ચોમાસાના પાકની વાવણી માટે ઉત્સાહ વ્યાપ્યો હતો.

પાદરા પંથકમાં ગુરુવારે વરસાદે પ્રથમ બેટિંગ કર્યા બાદ શુક્રવારે બીજા દિવસે પણ હળવાથી ભારે બેટિંગ કરી હતી. વડુ પંથકમાં પણ આવો વરસાદ થતો રહેશે તો પાકને ભારે ફાયદો થશે તેમ ખેડૂતો કહી રહ્યા છે. જોકે પાદરા શહેરમાં સતત બે દિવસના વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ઉઘાડી પાડી હતી. કરજણ પંથકમાં પણ શુક્રવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. પંથકમાં આખા દિવસનો 62 મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લાના શિનોર પંથકમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરતાં ગામના બજારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં પણ છોટાઉદેપુર, નસવાડી, બોડેલી સહિત ઠેરઠેર હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં 2 મિમી, જેતપુરપાવી તાલુકામાં 7 મિમી, સંખેડા તાલુકામાં 4 મિમી, નસવાડી તાલુકામાં 4 મિમી અને કવાંટ તાલુકામાં 4 મિમી વરસાદ નોંધાયો હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...