તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર પંથકમાં જંગલ વિસ્તારોમાં અત્યારથી ખાખરના વૃક્ષ ઉપર કેસૂડો ખીલેલો જોવા મળી રહ્યો છે. ખરેખર ફાગણ મહિનામાં હોળી પર્વ પહેલા કેસૂડાનું આગમન થતું હોય છે પરંતુ માગશર મહિનામાં છોટાઉદેપુર રાઠ વિસ્તારમાં કેસૂડો ખીલેલો જોવા મળતા અચરજ અનુભવાય રહ્યું છે. છોટાઉદેપુર પંથકમાં કેસૂડાના ફૂલ ભગવાનની પૂજા અર્થે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
અગાઉના સમયમાં ખાખરના વૃક્ષ ઉપર ખીલતો કેસૂડાના ફૂલ હોળી પર્વમાં રંગ બનાવવામાં અર્થે વાપરવામાં આવતા હતા. અને કેસૂડાના કુદરતી કલરથી હોળી રમવામાં આવતી હતી. પરંતુ અત્યારના સમયમાં તૈયાર રંગોથી હોળી રમાઈ રહી છે. જેમાં ઘણાં કેમિકલયુક્ત રંગો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ હોય છે. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેસૂડાનું ઘણું મહત્વ રહેલું છે.
જંગલોમાં ઉગી નીકળતો કેસૂડો માત્ર હોળી પર્વમાં નહીં પરંતુ આર્યુવેદિક ઔષધી બનાવવા અર્થે પણ ઉપયોગમાં લેવાય છે. આર્યુવેદિક જડીબુટ્ટીનો વેપાર કરતા વેપારી રાજુભાઇ શાહ જણાવી રહ્યા છે કે કેસૂડાના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત મળે છે. કેસૂડાને પાણીમાં ઉકાળીને તેનું પાણી પીવાથી પેશાબ તથા પથરીના રોગોમાં રાહત થાય છે. કેસૂડાનું વૃક્ષ (ખાખર)ના બીજ ખાતર બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ખાખરના વૃક્ષનો ગુંદર કમરના દુઃખાવામાં ખૂબ ઉપયોગી થતો હોય છે. ખાખરનું વૃક્ષ બારેમાસ ઔષધી રૂપે ઉપયોગી થઈ પડતું હોય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.