તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:છોટાઉદેપુરમાં 1745 લાભાર્થીઓને મંજૂરીના હુકમો, ચેક, કિટ,સન્માનપત્ર એનાયત કરાયા

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 5 વર્ષમાં રાજ્યના દરેક આદિવાસી જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવા રાજ્ય સરકારે નક્કી કર્યું છે : મંત્રી જયદ્રથસિંહ પરમાર
  • છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

છોટાઉદેપુર ખાતે આવેલા સ્વામિનારાયણ સત્સંગ હોલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમ રાજ્યના કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પૂર્વપટ્ટીમાં વસતા આદિજાતિ સમાજના લોકોના વિકાસની હરહંમેશ ચિંતા કરવામાં આવી રહી છે. આગામી પાંચ વર્ષમાં રાજયના દરેક આદિવાસી જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું રાજય સરકારે નકકી કર્યું છે.

તથા પ્રકૃતિના સાંનિધ્યમાં રહી પ્રકૃતિને જ દેવ તરીકે પૂજતા, પ્રકૃતિ માતાના ખોળે આદિકાળથી પોતાની સાંસ્કૃતિક વિરાસત અને જીવનમૂલ્યો સાચવીને બેઠેલા આદિવાસી સમાજના સુવર્ણ ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના બલિદાન અંગે વાત કરી તેમણે છોટાઉદેપુરમાં વસતા તમામ આદિવાસી સમાજના લોકોને આદિવાસી દિનની શુભકામના પાઠવી હતી.કાર્યક્રમમાં મંત્રીએ જિલ્લાના 22 આદિવાસી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવામાં માટે રૂા. 290 લાખની લોન આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે રાજયના આદિવાસી વિસ્તારમાં 475.32 કરોડના 196 કામોનું લોકાર્પણ અને 1158.90 કરોડના 63 કામોનું ખાતમુહૂર્ત મળી 1600 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ એક દિવસમાં કર્યું હોવાનું જણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન મંચ ઉપરથી લાભાર્થીઓને મંજુરી હુકમો, ચેક, કીટ અને સન્માનપત્રો એનાયત કર્યા હતા.

વિશ્વ આદિવાસી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં સ્વામિનારાયણ હોલ ખાતે કાર્યક્રમમાં 332 લાભાર્થીઓ, જેતપુર પાવી ખાતે નર્મદા અને શહેરી ગૃહનિર્માણ રાજયમંત્રી યોગેશભાઇ પટેલની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં 470 લાભાર્થી, મામલતદાર કચેરી, કવાંટ ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટરીઝના ચેરમેન મધુભાઇ શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં 283 લાભાર્થી અને મામલતદાર કચેરી, નસવાડી ખાતે ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 660 લાભાર્થીઓ મળી 1745 લાભાર્થીઓને વિશ્વ આદિવાસી દિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા 4 કાર્યક્રમો દરમિયાન લાભ આપવામાં આવ્યા હતા.

રાજપીપળા ખાતે આયોજીત રાજયકક્ષાના વિશ્વ આદિવાસી દિન અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીના ખાતમુહૂર્ત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમજ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી અંગેની ટુંકી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...