તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:છોટાઉદેપુર જિ.માં આદિવાસી જાતિના પ્રમાણપત્રો અર્થે યોગ્ય કાર્યવાહી કરાશે

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રાજ્યસભાના સાંસદને પત્ર
  • આદિવાસી વિસ્તારમાં ભારે આનંદની લાગણી ફેલાઇ

છોટાઉદેપુર જિલ્લામાં અને આસપાસના જિલ્લા તાલુકાના વિવિધ વિભાગોમાં અધિકારી કર્મચારીઓના અનુસૂચિત જન જાતિના રાઠવા, રાઠવા કોળી, અને કોળી જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવા અર્થે સરકારની રાજ્ય વિશ્લેષણ સમિતિ દ્વારા 125 જેટલા જુદા જુદા વિભાગમાં ભરતી પામેલા આદિવાસી યુવાનોને હાજર રહેવા નોટિસો આપવામાં આવી હતી. અને આદેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યસભા સાંસદ અને પૂર્વ રેલરાજ્ય મંત્રી અને આદિવાસી નેતા નારણભાઇ રાઠવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી જાતિના પ્રમાણપત્રોની ખરાઈ મોકૂફ રાખવા અને અને નોકરીના હુકમ થયેલ છે તેઓને નોકરીમાં હાજર કરવા માંગ કરી હતી. જે બાબતે આદિવાસી નેતાઓ દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆતો કરવામાં આવી હતી.

જે બાબતે સરકાર દ્વારા સકારાત્મક પ્રતિક્રિયા આવતા આદિવાસી સમાજમાં ભારે આનંદની લાગણી ફેલાઇ છે. જે અંગે 3 જુલાઈના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાને પત્ર લખી જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લા અને આસપાસના જિલ્લા તાલુકાના વિવિધ વિભાગમાં અધિકારી કર્મચારીઓના અનુસૂચિત જન જાતિમાં રાઠવા, રાઠવા કોળી, અને કોળી જાતિના પ્રમાણપત્રોની ખરાઈ મોકૂફ રાખવા અને ઉમેદવારોને નોકરીના હુકમ થયેલા છે. તેઓને નોકરીમાં હાજર કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સચિવ આદિજાતિ વિકાસ વિભાગને જાણ કરવામાં આવશે. તેમ મુખ્યમંત્રી તરફથી મોકલેલ પત્રમાં જણાવ્યું છે. જેનાથી આદિવાસી વિસ્તારમાં ભારે આનંદની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...