આયોજન:છોટાઉદેપુર જિલ્લામાં 44 શિક્ષણ સહાયકોની નિમણૂક

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં 44 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે.જિલ્લા કલેકટર સુજલ મયાત્રા ના હસ્તે નિમણૂક પત્ર આપવામા આવ્યા. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં 44 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે.જિલ્લા કલેકટર સુજલ મયાત્રા ના હસ્તે નિમણૂક પત્ર આપવામા આવ્યા.
  • CM રૂપાણીનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો
  • શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર એનાયત કરાયા

સમગ્ર રાજ્યમાં થયેલી શિક્ષણ સહાયકોની નિમણૂક અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં 44 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા સેવાસદન છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલભાઈ મયાત્રાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કલેકટર અને અન્ય મહાનુભાવો દ્વારા નવ નિયુક્ત શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવ્યા હતા. નવ નિયુક્ત શિક્ષણ સહાયકો જિલ્લાને શિક્ષણની નવી ઊંચાઈએ લઈ જશે એવી અપેક્ષા સૌએ વ્યકત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઇન કાર્યક્રમ કરી સમગ્ર રાજ્યમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુક પત્ર એનાયત કર્યા હતા.

કાર્યક્રમમાં રાજયમાં કાર્યરત ગ્રાન્ટેડ ઉચચતર માઘ્યમિક શાળઓમાં શિક્ષણ સહાયક તરીકે 2938 શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન દરેક જિલ્લાના પ્રતિનિધિ તરીકે જિલ્લામાંથી એક એક શિક્ષણ સહાયક ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આવનારી પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખી કોરોના મહામારીમાં પણ સરકારે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ પ્રસંગે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

નિમણૂક પત્ર એનાયત વેળાએ નવનિયુક્ત શિક્ષણ સહાયકોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કરી રાજ્ય સરકાર દ્વારા પારદર્શક અને નિષ્પક્ષ રીતે ભરતી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે. એસ. વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. પવાર, પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, નવનિયુક્ત શિક્ષણ સહાયકો, શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...