તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:રાજ્યમાં ‘આપ’ના હોદ્દેદારો ઉપર થતાં હુમલાઓ રોકવા આવેદન

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર AAP દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર અપાયું

ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપર થતા વારંવાર હુમલાઓને રોકવા સોમવાર તા.5 જુલાઈના રોજ છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે આમઆદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી તેમજ મહેશ સવાણી સહિતના નેતાઓ પર વારંવાર હુમલાઓ કરવાની અનેક ઘટનાઓ બની છે. અત્યાર સુધીના દરેક હુમલામાં પકડાયેલા કે ઓળખાયેલા તમામ ભાજપ પક્ષ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. જેથી અત્યાર સુધી બનેલી હુમલાની ઘટનાઓની તટસ્થ તપાસ થાય અને આમ આદમી પાર્ટીના નેતાઓને સલામતી પૂરી પાડવામાં આવે તેવી લેખીત રજૂઆત કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓની રજૂઆતને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી અહિંસાના માર્ગે શાંતિથી સરકાર સામે પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...