રજૂઆત:લવ જેહાદ વિરુદ્ધમાં સંસદમાં કેન્દ્રીય કાયદો બનાવવા છોટાઉદેપુર કલેક્ટરને આવેદન

છોટાઉદેપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. - Divya Bhaskar
છોટાઉદેપુર કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.
  • વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને લક્ષ્ય બનાવી લવ જેહાદનો અપાતો અંજામ

હિન્દૂ યુવતીઓને ફસાવી ધર્માંતરણ કરાવવા અર્થે મજબુર કરવા જેવા લવ જેહાદના વિરુદ્ધમાં કડક કાયદો બનાવવા અર્થે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, અને ઓજસ્વીનીના કાર્યકરો દ્વારા શનિવાર તા.3 જુલાઈના રોજ દેશના વડાપ્રધાનને ઉદ્દેશીને છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે અધિક જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આપેલ આવેદનપત્ર માં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વીનીના નિવેદન દ્વારા સમગ્ર દેશમાં વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીઓને લક્ષ્ય બનાવી લવ જેહાદને અંજામ આપવામાં આવે છે.

જુઠા પ્રેમમાં ફસાવી યુવતીઓને લોભ લાલચ અને કપટ કરવામાં આવે છે. જો કોઈ યુવતી ધર્માંતરણની ના પાડે તો તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. અથવા તેને વેચી દેવામાં આવે છે. એવા લવ જેહાદની ભયંકર પરિસ્થિતિને ભાપી ગુજરાત રાજ્યમાં તેની વિરુદ્ધ કાયદો બનાવવો પડ્યો છે. આજ સુધી સાંભળવામાં આવતું હતું કે પાકિસ્તાનમાં હિન્દૂ યુવતીઓનું અપહરણ, ધર્માંતરણ, જબરજસ્તીથી લગ્ન કરાવવામાં આવે છે. આજે એક દ્રશ્ય કાશ્મીરના શીખ યુવતીઓના ધર્માંતારણના કેશમાં જોવા મળે છે.

આ અંગે તાત્કાલિક કડક કાયદો બનાવી અસામાજિક તત્વોને રોકવામાં ન આવ્યા તો આગળ જઈને પરિસ્થિતિ વધુ બગડી શકે છે. પુરા દેશમાં આનો જાળ ફેલાયેલો છે. અને આ બધું યોજનાબદ્ધ રીતે થઈ રહ્યું છે કે યુવતીને તેનું ભાન ફસાઈ જવા પછી થાય છે. આ પ્રેમ છે તો યુવતીઓનું ધર્માંતરણ કેમ થઈ રહ્યું છે. યુવકો કેમ ધર્મ નથી બદલતા? પરિસ્થિતિ ગંભીર છે. જેથી આ ઘટનાઓને જોઈને લવ જેહાદ ધર્માંતરણ વિરુદ્ધ સાંસદમાં મોટો કેન્દ્રીય કાયદો બનાવવાના આવે તેવી આવેદનપત્રમાં માંગ કરી છે.