છોટાઉદેપુરનાં ડોલરીયા ગામે મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાનાં આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોકટ૨ને ઝોઝ પોલીસે ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લામા ધમધમતા બોગસ મેડિકલ સ્ટોરની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા માગ ઉઠી છે.
ઉચ્ચસ્તરીય પોલીસ વિભાગના અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાન્ય પ્રજાનાં આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટ૨ હોવાની બાતમી મળતા તેનાં પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ ઝોઝ પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીએસઆઇ એ.એન.પ૨મા૨ તથા પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
દ૨મિયાન અંગત બાતમીદા૨ મા૨ફતે મળેલ બાતમીના આધારે ડોલ૨ીયા ગામે વેડીયા ફળીયા રોડની બાજુમાં આવેલ સુભાષભાઈ ચંદુભાઈ કુંભા૨નાં મકાનમાં બિસ્વજીત બિસ્નુપડા સીકદા૨ નામનો ડિગ્રી વગરનો ડોક્ટર હોવાની છાપ ઊભી કરી ત્યાંના આસપાસ વિસ્તારના માણસોની જીંદગી જોખમાય તે રીતે કામ કરતો હતો.
ત્યારે તેઓનાં ધંધાકીય સ્થળે તપાસ કરતાં મેડીકલ ડિગ્રી વિના મેડીકલના સાઘનો, એલોપેથિક દવાઓ તથા રોકડ રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા 7,935નાં મુદ્દામાલ સાથે રેઇડ દ૨મ્યાન મળી આવતા હતા. તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરી ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.