તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાયરલ:મહિલાને ઢોર માર મારતો વધુ એક વીડિયો થયો વાયરલ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો ક્યાંનો છે તેની હજુ સુધી પુષ્ટિ કરાઈ નથી

સોમવારે એક અજાણી મહિલાને અજાણ્યા ઈસમો દ્વારા ઢોરમાર મારતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. મહિલા સાથે અમાનવીય કૃત્ય કરતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો છે.

વાયરલ થયેલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક મહિલાને કેટલાક અજાણ્યા ઈસમો લાકડી વડે ઢોર માર મારી રહ્યા છે. પરંતુ વિડિઓ ક્યાંનો છે તેની હજુસુધી પુષ્ટિ કરાઈ નથી. પરંતુ લોકચર્ચા પ્રમાણે ગુજરાત રાજ્યની સરહદને અડીને આવેલા મધ્યપ્રદેશ રાજ્યના એક ગામનો હોઈ શકે તેમ જાણવા મળ્યું હતું. વીડિયોમાં બોલાતી ભાષા પ્રમાણે આ વિડિઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આદિવાસી વિસ્તારનો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. દેશમાં મહિલાઓ સામે વધતા જતા અત્યાચારોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જે ભારે શરમ જનક ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...