તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:છોટાઉદેપુર જિલ્લામાં શનિવારે વધુ 394 કોરોના વોરિયર્સને રસી અપાઈ

છોટાઉદેપુર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વેક્સિનનો દોર ચાલી રહ્યો છે. ત્યારે શનિવારે છોટાઉદેપુરની પોલીટેક્નિક કોલેજ ખાતે જિલ્લા અધિક કલેક્ટર કે. એસ. વસાવાને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વેક્સિનનો દોર ચાલી રહ્યો છે. ત્યારે શનિવારે છોટાઉદેપુરની પોલીટેક્નિક કોલેજ ખાતે જિલ્લા અધિક કલેક્ટર કે. એસ. વસાવાને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.
 • જિલ્લામાં તેજગઢની મહિલા કોરોનાથી સંક્રમિત થઈ, કુલ આંક 810
 • જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી 316 સેમ્પલ કોરોનાની તપાસ અર્થે લેવાયા

છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લામાં શનિવારે છોટાઉદેપુર તાલુકામાં 326, બોડેલી તાલુકામાં 20, કવાંટ તાલુકામાં 6, નસવાડી તાલુકામાં 42 કુલ 394 કર્મચારીઓને શનિવાર તા 6 ફેબ્રુઆરીના રોજ કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. છોટાઉદેપુર પોલીટેક્નિક ખાતે જિલ્લા અધિક કલેકટર કે એસ વસાવા, નાયબ ડીડીઓ આનંદ ઉકાણી, નગરપાલિકા ચીફ ઓફિસર શિવહરિ શર્માને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં છોટાઉદેપુર તાલુકામાં 1961 પાવીજેતપુર તાલુકામાં 1359, બોડેલી તાલુકામાં 1287, સંખેડા તાલુકામાં 526, કવાંટ તાલુકામાં 1226, અને નસવાડી તાલુકામાં 1098 કુલ 7467 કર્મચારીઓને અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામા આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં શનિવાર તા.6 ફેબ્રુઆરીના રોજ એક કેસ નોંધાયો હતો. જેમાં 45 વર્ષની મહિલા તેજગઢ છોટાઉદેપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનાથી પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 810 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

શનિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓ માંથી કોરોના તપાસ અર્થે 316 એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 780 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 6 દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 269 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 217 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 152 કેસ, કવાંટ તાલુકા 70 કેસ, પાવીજેતપુર તાલુકામાં 57 કેસ, નસવાડી તાલુકામાં 45 કેસ પોઝીટીવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો