તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જબુગામમાં મંગળવારે વધુ 3 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ

જબુગામ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણના બીજા તબક્કાનો આંક 19 પર પહોંચ્યો

બોડેલી તાલુકાના જબુગામમા કોરોનાનુ સંક્રમણ સૌથી વધુ છે. જબુગામમાં મંગળવારે વધુ ત્રણ વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બીજા તબક્કામાં 19 જેટલા કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. ત્યારે આજરોજ જબુગામ ખાતે મોચી ફળિયામાં રહેતો યુવાન તથા રજપૂત ફળિયામાં રહેતી એક મહિલા તેમજ જુના બજારમાં પણ એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હતા. જેઓને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે અને હાલ જબુગામ કોરોનાની ઝપટમાં આવતા તંત્ર દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું છે.

જબુગામમા કોરોનાની વેક્સિનેશનનું કામ પણ ચાલી રહ્યું છે. જબુગામના મોટાભાગના વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે જબુગામમા વધતા જતા કેસના કારણે પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકોની સલામતીના ભાગરૂપે ગામમાં સેનેટાઈઝેશન પણ કરવામાં આવે છે. જબુગામ પંથકમાં શરદી, ખાંસી, તાવ ધરાવતા દર્દીઓનો ટેસ્ટ સરકારી દવાખાનામાં કરવામાં આવે છે. તંત્ર દ્વારા કોરોના વાયરસથી બચવા અનેક તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ જબુગામ વિસ્તારમાં લોકો નિયમોનું પાલન કરતાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો