તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા, કુલ આંક 729 થયો

છોટાઉદેપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 9 દિવસમાં 39 લોકો સંક્રમિત થયાં : રવિવારે સંખેડામાં 6, બોડેલીમાં 1 અને કવાંટમાં 3 કેસ

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં રોજેરોજ સતત વધારો થઈ રહ્યો છે. ઉપરા ઉપરી જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજામાં ગભરાટ જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે મૂંઝવણમાં મુકાઈ ગયું છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 9 દિવસની અંદર કુલ 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે ભારે ચિંતાનો વિષય છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 719 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં 6 ડિસેમ્બર રવિવારના રોજ નવા 10 કેસ નોંધાયા છે. જેમાં 6 કેસ સંખેડા, 1 કેસ બોડેલી અને 3 કેસ કવાંટ તાલુકાના છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 729 ઉપર પહોંચ્યો છે. જિલ્લામાં એક સામટા 10 કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે.

રવિવારે જિલ્લામાં જે 10 પોઝિટિવ કેસ આવ્યા તેમાં (1) 57 વર્ષના આધેડ ભાટપુર સંખેડા (2) 25 વર્ષનો યુવાન ગુંડેર સંખેડા (3) 42 વર્ષના આધેડ રાઈપુર સંખેડા (4) 32 વર્ષના યુવાન કાવીઠા સંખેડા (5) 26 વર્ષની યુવતી માલુ સંખેડા (6) 39 વર્ષનો યુવાન ઈન્દ્રાલ સંખેડા (7) 48 વર્ષની મહિલા ગંગાનગર બોડેલી (8) 50 વર્ષના પુરુષ કવાંટ (9) 24 વર્ષની યુવતી ધનિવાડી કવાંટ (10) 26 વર્ષની યુવતી પી એચ સી પીપલદી કવાંટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રવિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી આરોગ્ય તંત્ર દ્વારા 136 એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 659 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 47 દર્દીઓ એડમિટ છે અને 20 દર્દીના મોત થયા છે. રવિવારે જિલ્લામાંથી 5 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો