તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:તેજગઢ મધ્યમાં ગરીબ લોકો માટે બનતા સબ સેન્ટરનું કામ અટકાવતાં લોકોમાં રોષ

તેજગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તેજગઢ સબસેન્ટર બનાવા માટેનુ સ્થળ. - Divya Bhaskar
તેજગઢ સબસેન્ટર બનાવા માટેનુ સ્થળ.
  • લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

તેજગઢમાં ગરીબ દર્દીઓની આરોગ્ય સુવિધા માટે બનતા સબ સેન્ટર સામે સ્વાર્થી તત્વો દ્વારા કામ અટકાવી દેતા સમગ્ર તેજગઢના લોકોમાં રોજ ભભૂકી ઉઠતા પામ્યો હતો. કોરોના મહામારીમાં ત્રીજી લઈને પહોંચી વળવા સરકાર આરોગ્ય સેવાને પ્રાધાન્ય આપી રહી છે.

તેવામાં તે જગ્યા સરપંચ ગરીબ દર્દીઓના વહારે આવી તેજગઢની મધ્યમાં આવેલ સરકારી જમીનનો ઠરાવ કરી મંજૂર કરવામાં સામે કેટલાક લોકોએ કામ અટકાવી દેતા ગ્રામજનો દ્વારા ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપતી પંચાયત દ્વારા ઠરાવ કરેલી જગ્યા પર જ સબ સેન્ટર બનાવવા માગણી કરી તે સ્થળ ઉપરના થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.તેજગઢમાં ગરીબ દર્દીઓ આરોગ્ય સેવા માટે સંકટનો સામનો કરી રહી છે કોરોના કાળમાં સૌથી વધારે ગરીબ દર્દીઓની હાલત કફોડી થવા પામી છે.

સરકાર પણ ત્રીજી લહેર સામે સતત ચિંતામાં છે. ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય સુવિધાથી વંચિત રહેતા દર્દીઓ માટે તેજગઢમાં સબ સેન્ટર મંજૂર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા તારીખ 27 એપ્રિલ 2018ના રોજ ઠરાવ નંબર 25 સરકારી પડતર સરવે નંબર 66 પૈકી 625 ચોરસ મીટર જમીન ફાળવવા ઠરાવ પસાર કરતા 23 જૂન 2020માં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

ત્યારબાદ સબ સેન્ટર બનાવવા માટે આરોગ્ય બાંધકામ દ્વારા બાંધકામ માટે મંજૂરી આપી એજન્સી દ્વારા કામની શરૂઆત કરતા કેટલાક તત્વો દ્વારા એજન્સીને બાંધકામ કરતા અટકાવી દેતા તેજગઢ ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો.

કેટલાક રાજકીય લોકોના ખોળામાં બેસી ગરીબ દર્દીઓને સુવિધાથી વંચિત રાખવા માટે તેમજ સરકારી જમીન પડાવી લેવા માટે અધિકારીઓને ભરમાવી અન્ય સ્થળે ખસેડવા માટે કાર્યવાહી કરતાં તેજગઢના જાગૃત નાગરિકો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તથા આરોગ્ય વિભાગને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેજગઢ ગ્રામ પંચાયત દ્વારા જે સ્થળનો ઠરાવ કરે ત્યાં જ 10થી 12 દિવસ અગાઉ બાંધકામની શરૂઆત જ નજીકમાં રહેતા રહીશો દ્વારા બાંધકામ સામે વાંધા અરજી આપી હતી.

પરંતુ એ સરકારી જમીન છે સબસેન્ટર થાય તો ગરીબ વૃદ્ધ તથા નજીકના આદિવાસીઓ આશીર્વાદરૂપ થાય માટે તે સ્થળ પર થાય તેવું ઇચ્છી રહ્યા છે. તે સ્થળ પર નહીં થાય તો આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.માજી સરપંચ વિક્રમભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે તેજગઢમાં સબસેન્ટર ગરીબ દર્દીઓ માટે સુખાકારી છે પરંતુ વિધ્નસંતોષીની જમાત દ્વારા સરકારી જમીન પચાવી પાડવા માટે અન્ય સ્થળે ખસેડવા માટે કામ અટકાવી દેતા ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપી પંચાયત દ્વારા જે જગ્યાનો ઠરાવ કરવામાં આવ્યો છે તે જગ્યાએ બનવું જોઈએ નહીં તો ગ્રામ પંચાયત સભ્યો તથા ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે એવું જણાવ્યું હતું.

તેજગઢના અગ્રણી સિરાજભાઈ શેખે જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપી સબ સેન્ટર માટે આખા ગામના લોકો માટે સર્વે નંબર 66 તેની ફાળવણી કરવામાં આવી છે. જે ગરીબ દર્દીઓ માટે યોગ્ય સ્થળ છે જેથી આખું ગામ આ સ્થળે બનાવવા માટે માગણી કરી રહ્યા છે. વિઘ્નસંતોષી ખોટી રજૂઆત કરી અધિકારીઓને ભરમાવી રહ્યા છે. જેથી આવેદનપત્ર આપી મંજૂર કરવામાં આવેલ સ્થળ પર બનવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...