માગ:છોટાઉદેપુરમાં આંગણવાડી-તેડાઘરની બહેનો હડતાળ પર

છોટાઉદેપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંગણવાડી કાર્યકર /તેડાઘરની બહેનો પ્રશ્નોના ઉકેલની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ. - Divya Bhaskar
આંગણવાડી કાર્યકર /તેડાઘરની બહેનો પ્રશ્નોના ઉકેલની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ.
  • 200 જેટલી બહેનોએ પડતર પ્રશ્નોના ઉકેલની કરેલી માગ

છોટાઉદેપુર તાલુકાનI આંગણવાડી કાર્યકર તથા તેડાઘરમાં ફરજ બજાવતી 200 જેટલી બહેનો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે સોમવારે છોટાઉદેપુર ગોકુલધામ ટાઉનશીપના ગાર્ડનમાં સૌ બહેનો એકત્રિત થઈ હતી અને અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેતૃત્વમાં અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આંગણવાડીઓને તાળા માર્યા હતા.

આંગણવાડી કર્મચારીઓની માંગ છે કે નજીવા વેતનથી કામ કરતી મહિલાઓને મિનિમમ વેજીસ એકટ હેઠળનું થતું મહેનતાણું ચૂકવી આપો રૂ. 18000થી 22000ની અમારી માગણીને માન્ય રાખો, સરકારના ધારાધોરણો અનુસાર કામ કરતી મહિલા કર્મચારીને સરકારી કર્મચારી જાહેર કરો, આંગણવાડીનો સમય 10:00થી 4:00નો રાખો, નિવૃત્તિ બાદના તમામ લાભ સરકારી કર્મચારીઓના ધોરણે ચૂકવી આપો, તેડાઘરને કાર્યકારનું તથા કાર્યકારને મુખ્ય સેવિકા તરીકેની નામ નિયુક્તિ કોઈપણ વય મર્યાદા સિવાય આપો 45 વર્ષની વય મર્યાદાનો પરિપત્ર રદ કરો. જેવા 10 મુદ્દાઓ ઉપર પ્રચંડ માગ ઉઠી છે. જો અમારી માંગો સ્વીકારવામાં નહિ આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરાશે તેમ અખિલ ગુજરાત આંગણવાડી સંઘના પ્રમુખ કિરણકુમાર કવિએ જણાવ્યું હતું.

સંખેડા તાલુકાની આંગણવાડી કાર્યકાર બહેનો અસહકાર આંદોલન ઉપર ઉતરી
સંખેડા. સંખેડાની આંગણવાડી કાર્યકર બહેનો સોમવારથી અસહકાર આંદોલન ઉપર ઉતરી.આઈસીડીએસ ઓફિસમાં અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી ‘હમારી માંગે પુરી કરો’ના નારા લગાવી તા.12 સપ્ટેમ્બર 2022થી અચોક્કસ મુદત સુધી ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ તરફથી આહવાન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...