તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદે ગુજરાત રાજ્ય માટે ‘આણંદ રસરાજ (ગુજરાત કેરી 1)! નામની કેરીની નવી જાત વિકસાવી છે. અને તે ખેડૂતો માટે બહાર પાડી છે. તે ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે. કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા તેમજ સંશોધન નિયામક ડૉ. એમ. કે. ઝાલાની પ્રેરણાથી કૃષિ સંશોધન કેન્દ્ર, જબુગામ ખાતે કાર્યરત ડો. એચ.સી. પરમાર, ડો. વિનોદ બી. મોર અને આકૃયુના અન્ય વૈજ્ઞાનિકોના છેલ્લા કેટલાક વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાતમાં લગભગ 22 વર્ષના લાંબા સમય બાદ ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આ નવી જાત વિકસાવાઇ છે.
ગુજરાત રાજ્યમાં ખેડૂતો મોટે ભાગે સૌથી વધુ લોકપ્રિય જાતો જેવી કે કેસર અને લંગડાની ખેતી કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ તો, ગુજરાત કૃષિ યુનિવર્સિટીના પરિયા કેન્દ્ર ખાતેથી વર્ષ 2000માં બહાર પાડવામાં આવેલી સોનપરી વેરાયટીની સારી એવી માંગ છે. આજકાલ ગ્રાહકોની પસંદગી મોટાભાગે ફળોની ગુણવત્તા, સ્વાદ અને લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા પર આધારિત છે. લંગડો ખૂબ જ સારી જાત હોવા છતાં, તે પાક્યા પછી લાંબા સમય સુધી ટકી શકતી નથી. જ્યારે કેસર તેની ઉચ્ચ ગુણવત્તા તેમજ સ્વાદને કારણે સ્થાનિક તેમજ વિદેશના બજારમાં ખૂબ માંગ ધરાવે છે.
લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન, આ આંબાની નવી જાત ‘આણંદ રસરાજ’ બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે. આ જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે. દર વર્ષે ફળ બેસે છે અને લગભગ 110 દિવસે પાકી જાય છે.
વૈજ્ઞાનિકોએ કરી કમાલ, ખેડૂતોને પણ થશે મબલખ કમાણી
અન્ય કેરીઓ કરતાં આણંદ રસરાજ કેરીનું ઉત્પાદન વધુ શકતો હોવાનો દાવો કરુ છું. કેરી શોખીનોને પણ કેસર, લંગડા, આફુસ સહિતની કેરીની જાત ખાઈને થાક્યા હતા. કંટાળ્યા હતા. હવે શોખીનોને વધુ મોજ કરવા આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ નવી જાતની કેરી વિકસાવી છે. જેથી દેશમાં અને દુનિયામાં જબુગામ છવાયું છે. વૈજ્ઞાનિકોએ કરી કમાલ, ખેડૂતોને પણ થશે મબલખ કમાણી. > ડૉ. કે.સી. પરમાર, આકૃયુ, જબુગામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.