તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર:કોરોનાને રોકવા છોટાઉદેપુર કલેકટર કચેરીમાં શપથ લેવાયાં

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંક્રમણને અટકાવવા તથા લોકોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું

છોટાઉદેપુર જિલ્લાના વડાથમક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના પટાંગણમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કોરોના વાયરસ કોવિડ-19 મહામારીના સંક્રમણને અટકાવવા તથા લોકોમાં જાગૃતિ આવે એ માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના લોકોમાં કોરોના વાયરસ કોવિડ-19 અંગે જાગૃતિ આવે એ માટે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલન અંતર્ગત કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનીટાઇઝરનો ઉપયોગ અને 6 ફુટનું અંતર રાખે તે બહુ જરૂરી છે.

દેશમાં શરૂ કરવામાં આવેલા જનઆંદોલનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના પટાંગણમાં જિલ્લા સેવાસદનમાં કામ કરતા અધિકાર/કર્મચારીઓ દ્વારા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી શપથનું વાંચન કરી શપથ ગ્રહણ કરવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની સાથે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.એસ.વસાવા, નાયબ જિલ્લા ચૂંટણી જાડેજા, પ્રાંત અધિકારી કલ્પેશ ઉનડકટ, ડૉ. એમ.આર. ચૌધરી અન્ય અધિકારી, કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો