કાર્યવાહી:દેશી હાથ બનાવટની બાર બોરની બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને રંગપુર પોલીસ સ્ટેશનમાં ક્વોરન્ટાઈન કરાયો

SOG પોલીસને નાનાભાઇ સમદુભાઇ રાઠવા રહે ડુંગર ફળિયુ, નકામલી ગામ તા. જિ. છોટાઉદેપુર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોવાની માહિતી આધારે SOG પીઆઈ જે.પી.મેવાડાને સદર ઇનપુટમાં જણાવેલ ઇસમના ઘરે રેઇડ કરવા ગયા હતા.

જેમાં SOG સ્ટાફને બાતમી વાળી જગ્યા પરથી નાનાભાઇ સમદુભાઇ રાઠવા ઉ.વ.34 રહે. નકામલી, ડુંગર ફળીયા, તા.જિ. છોટાઉદેપુર હાજર મળી આવતા તેને પકડી ઘરની ઝડતી તપાસ કરતા પોતાના કબજા ભોગવટાના ઘરમાં આવેલ અડારીના ભાગે કપડા લટકાવવાની દોરી પર કપડામાં સંતાડી રાખેલ દેશી હાથ બનાવટની બાર બોરની એક નાળી વાળી બંદૂક કિંમત રૂા. 15,000ની મળી આવી હતી.

જે અંગે આરોપી વિરુદ્ધ ધી આર્મ એકટ કલમ 25 (1) બી.એ. તથા ઇ.પી.કો કલમ 188 મુજબ ગુનો નોંધી આરોપી નાનાભાઇ રાઠવા ઉ.34 રહે. નકામલી, ડુંગર ફળીયા, છોટાઉદેપુરને ક્વોરન્ટાઈન હેઠળ રાખી વધુ કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશને સોંપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...