ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ:ગત વર્ષના માસ પ્રમોશન બાદ છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 12 કોમર્સનું પરિણામ 90.58%

છોટાઉદેપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પાવીજેતપુર, બોડેલીની છાત્રાઓએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું: A1 ગ્રેડમાં 2 જ્યારે A2 ગ્રેડમાં 107, 3918માંથી 400 નાપાસ
  • 2020માં ધોરણ 12 કોમર્સનું પરિણામ 72.81 ટકા હતું

ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવાર તા. 4 જૂન 2022ના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 90.58% આવ્યું છે.

જિલ્લામાં પાવીજેતપુર અને બોડેલીની વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડમાં સ્થાન મેળવી મેદાન માર્યું હતું. જેમાં પાવીજેતપુરની રહેવાસી તથા વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ખત્રી ફિરદોશબાનું સલીમભાઈએ 700માંથી 646 માર્કસ મેળવી ગ્રેડ A1માં સ્થાન મેળવ્યું છે.

જ્યારે બોડેલીની રહેવાસી અને ખત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતી મન્સૂરી પિંજરા રુહીનબાનું 700માંથી 641 માર્કસ મેળવી ગ્રેડ A1માં સ્થાન મેળવ્યું છે અને જિલ્લામાં પ્રથમ આવેલ છે. ગયા વખત 2020ની સરખામણીએ ઘણું સારું પરિણામ આવ્યું હોય જેથી શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં આનંદ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે છોટાઉદેપુર જિલ્લામાં 8 કેન્દ્રો ઉપર યોજાયેલ ધો 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં કુલ 3918 પરીક્ષાર્થીઓ બેઠા હતા. જેમાંથી વિદ્યાર્થીઓને મળેલ ગ્રેડ A1--2, A2--107, B1--692, B2--1235, C1--1066, C2--391 અને D -- 25 અને E1 -0 ગ્રેડ મળ્યા હતા. જ્યારે 400 પરીક્ષાર્થી નાપાસ થયા હતા. જિલ્લામાં સારું સંતોષકારક પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોમાં ખુશી જોવા મળી રહી છે.

છોટાઉદેપુર જિલ્લામાં ગયા વર્ષે 2021માં કોરોનાના કપરા કાળમાં સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. જ્યારે 2020માં ધો 12 સામાન્ય પ્રવાહનું 72.81 ટકા જેવું આવ્યું હતું. જે પૈકી ચાલુ વર્ષે પરિણામ 2022માં 90.58% જેવું સારું પરિણામ આવતા શિક્ષકો તથા વિદ્યાર્થીઓમાં આનંદ ફેલાયો છે અને વિદ્યાર્થીઓમાં ભવિષ્યમાં નવા સોપાન સર કરવાની પ્રેરણા ઉદભવી છે.

પાવી જેતપુર HSC કેન્દ્રનું 97.17 ટકા તેમજ તાલુકાની દરેક શાળામાં 95 ટકા ઉપર પરિણામ
પાવી જેતપુર એચ.એસ.સી. કેન્દ્રનું 97.17 ટકા તથા પાવીજેતપુર હાઈસ્કુલનું 97.20 ટકા પરિણામ આવવા પામ્યું છે. તેમજ તાલુકાની દરેક શાળામાં 95 ટકા ઉપર જ પરિણામ આવતા વિદ્યાર્થીઓ વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. પાવી જેતપુર એચએસસી કેન્દ્રમાં 318માંથી 309 પાસ થતાં 97.17 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શ્રીમતી વી. આર. શાહ સા.હાઈસ્કૂલના 143માંથી 139 પાસ થતાં 97.20 ટકા પરિણામ જાહેર થયું છે.

જેમાં ખત્રી ફિરદોશ સલીમભાઈએ 700માંથી 646 મેળવી 92.28% મેળવી શાળામાં, કેન્દ્રમાં તથા જિ.માં પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે ખત્રી સઉદાખાતુન 615 ગુણ મેળવી દ્વિતીય નંબર, તેમજ ખત્રી ઉંમર અબ્દુલકાદિર 607 ગુણ મેળવી દ્વિતીય નંબરે પાસ થયા છે. પાવી જેતપુર શાળામાં એકથી ત્રણ નંબર ખત્રી સમાજના બાળકોએ મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે. કદવાલ હાઇસ્કૂલમાં 57માંથી 52 વિદ્યાર્થીઓ પાસ થતાં 91.23% પરિણામ આવ્યું છે.

કડુલીમહુડી સરકારી ઉ. માધ્ય્. શાળાનું પરિણામ 100% આવ્યું
નસવાડી
- શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામોમાં નસવાડી તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, કડુલીમહુડીનું 100% પરિણામ આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે શકુનાબેન બસિયાભાઈ ડું ભીલ 81.85% અને A2 ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ છે. દ્વિતીય ક્રમે મંજુલાબેન નરસિંહભાઇ ડું ભીલ 78.71% B1 ગ્રેડ સાથે અને તૃતીય ક્રમે દિલીપભાઈ નારસિંગભાઈ ડું ભીલ 68.57 B2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે.

જબુગામની બક્ષી વિદ્યાલયનું ધોરણ 12નું પરિણામ 96.87 ટકા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મા.શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધો.12 સા.પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં જબુગામની શ્રી વિદ્યામંડળ સંચાલિત શ્રી સી. એન. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. શાળાનું કુલ પરિણામ 96.77 % જેવું ઉત્કૃષ્ટ રહ્યું છે. શાળામાં પ્રથમ નંબર કુરેશી ઉજમાંબાનુ અબરાકહુસૈન 87.64 પર્સેન્ટાઈલ રેન્ક સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. જ્યારે દ્વિતીય નંબર મિરઝા સાનિયાબાનુ મોહસીન એહેમદ 87.40 પર્સેન્ટાઈલ રેન્ક મેળવેલ છે.

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ 7 કેન્દ્રો ઉપર સંતોષકારક પરિણામ આવતાં શિક્ષકો તથા વાલીઓમાં ખુશી
છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ12 સામાન્ય પ્રવાહની પરીક્ષા કુલ 7 કેન્દ્રો ઉપર યોજાઈ હતી. જેમાં દરેક કેન્દ્રનું પરિણામ સંતોષકારક આવતા શિક્ષકો તથા વાલીઓમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર 83.85%, બોડેલી 87.7%, કવાંટ 90.51%, સંખેડા 93.62 %, પાવીજેતપુર 97.7%, ભેસાવહી 98.33%, ભીખાપુરા 88.11%, અને નસવાડી 93.77 ટકા પરિણામ આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ દર વર્ષની સરખામણીએ સારું આવ્યું છે : વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી
​​​​​​​છોટાઉદેપુર માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ અને છોટાઉદેપુર એસ.એફ. હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે 90.58 % પરિણામ દર વર્ષની સરખામણીએ ઘણું સારું આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ કરેલી મહેનત ભારે રંગ લાવી છે. કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓમાં અભ્યાસ અર્થે રુચિ જાગી છે. હાલમાં આવેલ પરિણામને જોતા આવનાર સમયમાં વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરશે તેમ લાગી રહ્યું છે.

સંખેડા તાલુકામાં પ્રથમ ક્રમે નકુમ ફૈઝલખાં ઇસ્માઇલખાં
HSC માર્ચ 2022ની પરીક્ષામાં સંખેડા કેન્દ્રનું પરિણામ 93.62 ટકા આવ્યું છે. સંખેડા કેન્દ્રમાં 442માંથી 411 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. માત્ર 31 વિદ્યાર્થીઓ જ નાપાસ થયા છે. તાલુકામાં પ્રથમ ક્રમે બરોડા પબ્લિક સ્કૂલનો નકુમ ફૈઝલખાં ઇસ્માઇલખા 700માંથી 599 માર્ક્સ સાથે 85.57 ટકા(97.55 PR), બીજા ક્રમે સંખેડા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિની માછી આંચલ 700માંથી 598 માર્ક્સ 85.42 ટકા, તાલુકામાં ત્રીજા ક્રમે પણ સંખેડા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિની શાહ ઈશા 700માંથી 597 માર્ક્સ સાથે 85.28 ટકા ગુણ મેળવ્યા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોડેલી કેન્દ્રનું 87.07ટકા પરિણામ
ધોરણ 12 કોમર્સના જાહેર થયેલા પરિણામમાં બોડેલી કેન્દ્રનું 87.07 આવ્યું હતું. બોડેલીની ત્રણ શાળાની વાત કરીએ તો શીરોલા સ્કૂલમાં 85.27 ટકા, નવજીવન શાળામાં 98.39 ટકા, જ્યારે ખત્રી વિદ્યાલયમાં 97.98 ટકા પરિણામ આવ્યું હતું. શીરોલા સ્કૂલમાં પ્રથમ ગૌતમ પ્રજાપતિ 98.71, બીજા ક્રમે પ્રેમ ઠક્કર 95.23, ત્રીજા ક્રમે આરઝુ બાનું મલેક 94.55 આવ્યા હતા. જ્યારે ખત્રી વિદ્યાલયમાં પ્રથમ રૂહિનબાનું મન્સૂરી 99.71,બીજા ક્રમે જોફિન બાનું કુરેશી 99.20, ત્રીજા ક્રમે અલેફિયા બાનું ખત્રી 98.41 પર્સનટેઈલ આવ્યા હતા. જ્યારે નવજીવનમાં પ્રથમ કેશવી નાયકા 91.09, બીજા નયના રાઠવા 90.50, જ્યોતિકા રાઠવા 90.08 સાથે ત્રીજા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...